Government Postponed Process Of NPR Due To Corona Virus
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાનાં કારણે સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય, NPRની પ્રક્રિયા અનિશ્ચિતકાળ સુધી રોકી

કોરોનાનાં કારણે સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય, NPRની પ્રક્રિયા અનિશ્ચિતકાળ સુધી રોકી

 | 7:11 pm IST

કોરોના મહામારીને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયાને અનિશ્ચિતકાળ સુધી રોકી દીધી છે. એનપીઆરની પ્રક્રિયા અનેક રાજ્યોમાં 1 એપ્રિલથી શરૂ થવાની હતી, પરંતુ કોરોના વાયરસનાં વધતા સંક્રમણ અને તેના સંભવિત ખતરાઓનું મુલ્યાંકન કરતા ગૃહમંત્રાલયે કહ્યું છે કે આગામી આદેશ સુધી એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે છે.

9થી 28 ફેબ્રુઆરી 2021 સુધી  વસ્તી ગણતરી થવાની હતી

ઉલ્લેખનીય છે કે 2021ની વસ્તીગણતરી 2 તબક્કામાં પૂર્ણ કરવામાં આવનારી હતી. આ અંતર્ગત પહેલા તબક્કામાં એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી ઘરોમાં ગણના અને તેને સૂચીબદ્ધ કરવાનું કામ છે. બીજા ચરણમાં 9થી 28 ફેબ્રુઆરી 2021 સુધી જનસંખ્યા ગણનાનું કામ પ્રસ્તાવિત હતુ. એનપીઆરને અપડેટ કરવાનું કામ પહેલા ચરણમાં થવાનું છે, પરંતુ કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે અત્યારે આને રોકી દેવામાં આવ્યું છે.

તમામ મંત્રાલયોને લોકડાઉનનું પાલન કરવાનો આદેશ

કોરોના વાયરસ મહામારીનાં કારણે કેન્દ્ર સરકારે 14 એપ્રિલ સુધી આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી રાખી છે. આ દરમિયાન જરૂરી સેવાઓને છોડીને તમામ ગતિવિધિઓને રોકી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોને કડકાઈથી લોકડાઉનનું પાલન કરવા કહ્યું છે. કોરોનાનો પ્રસાર રોકવા માટે સરકારે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કહ્યું છે.

અનિશ્ચિતકાળ સુધી રોક 

આ સ્થિતિમાં એનપીઆરની પ્રક્રિયા મુશ્કેલ હતી. આને ધ્યાનમાં રાખતા સરકારે જનગણનાનાં પહેલા ચરણ અને એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયા પર અનિશ્ચિતકાળ સુધી રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યોએ કેન્દ્રને અપીલ કરી હતી કે કોરોના સંક્રમણને જોતા અત્યારે એનપીઆરની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન