Government primary school Open in bhavnagar without permission
  • Home
  • Featured
  • વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, ભાવનગરમાં સરકારી પ્રાથમિક શાળા શરૂ

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, ભાવનગરમાં સરકારી પ્રાથમિક શાળા શરૂ

 | 7:22 pm IST
  • Share

  • સરકારની મંજૂરી વિના સરકારી પ્રાથમિક શાળા શરૂ
  • હાદાનગરની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બોલાવાયા
  • શાળામાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ ગઈ છે. જો કે ત્રીજી લહેરની આશંકાને જોતા શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે શાળા ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી. આમ છતાં ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 62માં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હાલ કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઑનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી હેઠળ આવતી હાદાનગરની સરકારી શાળાની ઘોર બેદરકારી જોવા મળી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવાની પરમિશન ના હોવા છતાં અહીં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.

હાદાનગર વિસ્તારની સરકારી શાળા નંબર 62માં નિયમોનો સરેઆમ ભંગ જોવા મળ્યો છે. આ શાળામાં નિયમ તોડીને ધોરણ 1 થી 5ના વર્ગોમાં અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આટલું જ નહીં, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈન્સના પણ આ સરકારી સ્કૂલમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. એક તરફ સરકારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણને લઈને હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો, ત્યારે સરકારી શાળામાં જ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. એવામાં બાળકોને કોની મંજૂરીથી સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા, તે એક મોટો સવાલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો