2018થી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ નહી કરી શકે 'છેતરપિંડી', જાણો છો કેમ - Sandesh
NIFTY 10,417.80 +39.40  |  SENSEX 33,935.55 +160.89  |  USD 64.5775 +0.37
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 2018થી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ નહી કરી શકે ‘છેતરપિંડી’, જાણો છો કેમ

2018થી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ નહી કરી શકે ‘છેતરપિંડી’, જાણો છો કેમ

 | 8:46 pm IST

દેશમાં વધી રહેલાં ઓનલાઈન શોપિંગ ટ્રેન્ડને લઈને સરકારે આ બાબતે ગ્રાહકોનાં હિત માટે એક મોટો નિર્ણય લીધો છે. નવા નિયમ અનુસાર 1 જાન્યુઆરી, 2018થી હવે ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીઓએ MRP ઉપરાંત અન્ય જાણકારીઓ પણ પ્રોડક્ટ પર પ્રિન્ટ કરવી પડશે.

સરકારે લીગલ મેટ્રોલજી રૂલ્સ, 2011માં પાછલા મહિને થોડો ફેરફાર કર્યો છે. સરકારે આ નવા નિયમને લાગુ કરવા માટે કંપનીઓને 6 મહિનાનો સમય આપ્યો છે. હવે કંપનીઓએ MRP ઉપરાંત ઉત્પાદનની તારીખ, એક્સપાઈરી ડેટ, વજન અને પ્રોડક્ટ ક્યાં દેશમાં બને છે વગેરે માહિતી પણ દર્શાવવી પડશે.

એક અધિકારીએ જણાવ્યું કે કંપનીઓને ઘણો સમય અપાયો છે. જો આ સમય પૂરો થયાં પછી પણ ઈ-કોમર્સ પ્લેટફૉર્મ દ્વારા વેચાણ કરનાર કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેમને અન્ય જાણકારીઓ લોકો વાંચી શકે તેવી રીતે રજૂ કરવી પડશે.

સરકારે આ પગલું ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ મળી રહેલી ફરિયાદોને કારણે લીધું છે. ભારતીય ઓનલાઈન માર્કેટ પર રાજ કરનાર કંપનીઓ જેવી કે, ફ્લિપકાર્ટ, એમેઝોન ઈન્ડિયા અને સ્નેપડિલ પર આ નિર્ણયની સૌથી વધારે અસર પડશે.