Government Started DBT 2.0, Fertilizer Subsidy in Farmers Bank
  • Home
  • Business
  • સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે ખાતર સબસિડી, મોદી સરકારની આ યોજનાની થઈ શરૂઆત

સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે ખાતર સબસિડી, મોદી સરકારની આ યોજનાની થઈ શરૂઆત

 | 5:28 pm IST

કેન્દ્ર સરકારે ખેડૂતોને લઈ એક મોટી ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ હેઠળ સરકાર ખેડૂતોના બેંક ખાતામાં સીધી ખાતર સબસિડી જમા કરવા માટે નવી ટેકનોલોજી પર આધારિત પહેલ શરૂ કરી છે.

રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર 70,000 કરોડ રૂપિયા કરતા વધુ ખાતર સબસિડી ડાયરેક્ટ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરવાની પહેલ હાથ ધરી છે. આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડીબીટી)ના બીજા સંસ્કરણમાં સરકાર દ્વારા સીધી રીતે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ખાતર સબસિડી જમા કરાવાનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે ડીબીટીનો પહેલા તબક્કો ઓક્ટોબર 2017ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. ડીબીટી 2.0ની શરૂઆત કરતા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું કે આનાથી યોજનામાં પારદર્શિતા આવશે અને ખાતરના પુરવઠામાં મદદ મળશે.

ઉપરાંત તેમને જણાવ્યું કે પહેલા તબક્કાની ખામીઓને દૂર કરવાની કોશિશ કરવામાં આવશે. ડીબીટી ડેશબોર્ડનું પ્રાવધાન કરવામાં આવ્યું. જેથી આ પ્રકારની માહિતી ક્યારે પણ પ્રાપ્ત કરી શકાશે અને ખાતરની માગ, પુરવઠો અને ઉપલબ્ધતાની તપાસ કરી શકાશે. બીજા તબક્કામાં કરવામાં આવેલ પહેલનો ઉદ્દેશ્ય ડીબીટીને વધુ મજબૂત બનાવી છે. આગામી દિવસોમાં વધુ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન