બિગ ન્યૂઝ : સરકારે બંધ કર્યું 500 રૂ.ની નવી નોટ છાપવાનું કારણ કે... - Sandesh
  • Home
  • Business
  • બિગ ન્યૂઝ : સરકારે બંધ કર્યું 500 રૂ.ની નવી નોટ છાપવાનું કારણ કે…

બિગ ન્યૂઝ : સરકારે બંધ કર્યું 500 રૂ.ની નવી નોટ છાપવાનું કારણ કે…

 | 8:02 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી નોટબંધી પછી ચલણમાં આવેલી નવી 500 રૂ.ની નોટ છાપવાનું બંધ કરવા માટે સરકારે ફરમાન જાહેર કર્યું છે. આવા સંજોગોમાં હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે 500 રૂ.ની જગ્યાએ 200 રૂ.ની નવી નોટ છાપવા પર ફોક્સ કરશે.

મળતી માહિતી પ્રમાણે રિઝર્વ બેન્કે દેવાસમાં આવેલી નોટ બેંક પ્રેસને 200 રૂ.ની 40 કરોડ નોટ છાપવાનો ટાર્ગેટ આપ્યો છે. આ નિર્ણય પાછળ સરકારનો તર્ક છે કે માર્કેટમાં 500 રૂ.ની નોટનો ફ્લો વધી ગયો છે જે હવે ઘટાડવાની જરૂર છે. અત્યાર સુધી દેવાસ પછી નાસિકમાં પણ 500 રૂ.ની નોટ છાપવામાં આવતી હતી. લગભગ 10 મહિના સુધી સતત 500 રૂ.ની નોટ છાપવામાં આવી છે. હવે 500 રૂ.ની નોટ પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આ કારણે હવે એના પ્રિન્ટિંગ પર થોડો કાબૂ મુકવામાં આવ્યો છે.

લેટેસ્ટ અપડેટ પ્રમાણે હવે 200 રૂ. તેમજ 20 રૂ.ના નોટ બેંક પ્રેસ નોટમાં પ્રિન્ટ થવાના શરૂ થઈ ગયા છે. આ પછી 50, 10 તેમજ 1 રૂ.ની નોટનું પ્રિન્ટિંગ શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન