government stops export promotion for onion in India
  • Home
  • Business
  • મોદી સરકારે ગરીબોની કસ્તુરી બાબતે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું થશે ફાયદો

મોદી સરકારે ગરીબોની કસ્તુરી બાબતે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું થશે ફાયદો

 | 10:46 am IST

સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને સરકારે તેના તાજા અને કોલ્ડ સ્ટોરેજ ડુંગળીના નિકાસને પ્રોત્સાહન આપવાનું બંધ કર્યું છે. ડુંગળીની નિકાસ પર મર્ચેન્ડાઇઝ એક્સપોટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કિમ (એમઇઆઇએસ) હેઠળ માલના એફઓબી (લોડિંગ મૂલ્ય)ના 10 ટકાની બરાબર શુલ્કની સ્લિપનો લાભ આપવામાં આવતો હતો. આ સ્લિપનો ઉપયોગ મૂળ આયાત ડ્યુટી સહિત વિવિધ પ્રકારના ચાર્જની ચૂકવણી માટે કરી શકાય છે. 9 જૂનના રોજ જાહેર કરાયેલા જાહેરનામામાં વિદેશી વેપારના ડિરેક્ટર જનરલ (ડીજીએફટી) એ જણાવ્યું હતું કે તે તાજી અને ઠંડી સંગ્રહિત ડુંગળીની નિકાસ માટેના લાભોને સમાપ્ત કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે ડુંગળી પર MEIS નો લાભ તાત્કાલિક 10% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે.

દુકાળના પગલે નિર્ણય લેવામાં આવ્યો:
ગયા વર્ષે ડિસેમ્બરમાં આ યોજના હેઠળ ડુંગળીની નિકાસ પરના પ્રોત્સાહનોના દરને પાંચ ટકાથી વધારી 10 ટકા કરવામાં આવ્યો હતો. આ વર્ષે 30 જૂન સુધી આ વધારાને ચાલુ રાખવાનો હતો. પણ કેન્દ્ર સરકારે દુકાળના પગલે આગામી મહિનાઓમાં ભાવમાં અંકુશ રાખવા માટે આગામી મહિનાઓ માટે કેન્દ્ર સરકારે 50,000 ટન ડુંગળીનો બફર સ્ટોક સંગ્રહ કરવાનું પ્રારંભ કર્યું છે તે માટે આ પ્રોત્સાહન પાછું લેવાનું મહત્ત્વનું છે.

ભાવમાં 48% નો વધારો:
સત્તાવાર આંકડા પ્રમાણે ડુંગળીનું એશિયાનું સૌથી મોટું જથ્થાબંધ બજાર મહારાષ્ટ્રના લાસાલગામમાં મંગળવારે ડુંગળીના ભાવમાં લગભગ 48 ટકા વધીને 13.30 રૂપિયા કિલો થઇ ગઇ છે. જ્યારે ગયા મહિને આ કિંમત પ્રતિ કિલોના નવ રૂપિયાની હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં છૂટક ડુંગળીના ભાવ તેની વિવિધ જાતોના આધારે 20 થી 25 રૂપિયાના કિલોની વચ્ચે ચાલી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન