gov. teacher suspended for objectionable comment on shabana azmi
  • Home
  • Entertainment
  • Bollywood
  • શબાના આઝમીના અકસ્માત પર વિચારીને કોમેન્ટ કરજો, આ શિક્ષિકા આખી જિંદગી અફસોસ કરશે

શબાના આઝમીના અકસ્માત પર વિચારીને કોમેન્ટ કરજો, આ શિક્ષિકા આખી જિંદગી અફસોસ કરશે

 | 5:57 pm IST

જાવેદ અખ્તરના જન્મદિવસ પછીના દિવસે જ શબાના આઝમીની કાર સાથે મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં શબાના ગંભીર રીતે ઘવાઈ હતી. શબાના આઝમીના અકસ્માત બાદ બોલિવૂડ કલાકારોએ તેની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર લોકોમાં તેમની વિરોધમાં ગુસ્સો હતો.

શબાના આઝમી ઘાયલ થઈ એ પછી ટ્વિટર પર ટ્રોલરો દ્વારા તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. લોકોએ તેને લઈને વાંધાજનક ટ્વીટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું. આ કેસમાં હવે કાર્યવાહી કરતાં દાદરી એજ્યુકેશન ડેવલપમેન્ટ બ્લોકના ખાંગોડા ગામમાં આવેલી અપર પ્રાયમરી (જુનિયર) સ્કૂલમાંથી એક સહાયક શિક્ષકાને સસ્પેન્ડ કરી દેવાઈ છે.

જિલ્લા બેઝિકના શિક્ષણ અધિકારી બાલમુકુંદ પ્રસાદે આ કાર્યવાહી ઉત્તર પ્રદેશ સરકાર કર્મચારીના આચાર નિયમો 1956ના ઉલ્લંઘન પર કરી છે. શિક્ષકા મૃદુલા શુક્લા પર આરોપ છે કે, અભિનેત્રી શબાના આઝમીની ઈજાની તસવીર ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેમાં તેમના પર ટિપ્પણી કરનારાઓને નિશાન બનાવતા લખ્યું હતું કે, ‘અમે લોહી પીપાસુ નક્ષત્ર હિન્દુ, ઘાયલ અભિનેત્રી શબાના આઝમીના મૃત્યુની કામના કરીએ છીએ’.

આના પર બેઝિક એજ્યુકેશન ઓફિસરે શિક્ષકાને સસ્પેન્ડ કરતો એક પત્ર બહાર પાડ્યો છે. પત્રમાં તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી ઉત્તર પ્રદેશ સરકારી કર્મચારી આચાર નિયમો 1956નું ઉલ્લંઘન છે. આ કારણોસર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને શિસ્તની કાર્યવાહી કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ: કોરોના વાયરસ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન