Business: Government tightens to tackle banking fraud
  • Home
  • Business
  • હવે બેંકિંગ ક્ષેત્રમાં કૌભાંડ કરવું મુશ્કેલ, સરકારે ભર્યું મહત્વનું પગલું

હવે બેંકિંગ ક્ષેત્રમાં કૌભાંડ કરવું મુશ્કેલ, સરકારે ભર્યું મહત્વનું પગલું

 | 9:09 am IST

કેન્દ્રીય સરકાર બેંકિંગ છેતરપિંડી પર લગામ લગાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. આ માટે કેન્દ્રીય સતર્કતા આયોગ એટલે કે સીવીસીએ નવાનું પણ વિશેષ રીતે ગઠન કર્યુ છે. સૂત્રો અનુસાર, ભવિષ્યમાં આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા મામલાામં સીબીઆઇની મહત્વની ભૂમિકા હોય શકે છે. દેશના મોટા અને નાના તમામ પ્રકારના ફ્રોડ સામે તપાસ એજન્સીઓ મળીને કામ કરશે.

આશંકાઓ વ્યક્ત કરવામા આવી રહી છે કે, રાહત પેકેજ દ્વારા ઇન્ડસ્ટ્રીને મળેલી છૂટથી છેતરપિંડીની ઘટનાઓ વધી શકે છે. આવામાં સરકારે પહેલાથી જ તેને પહોંચી વળવા માટે કમર કસી લીધી છે. ખાસ રીતે સીવીસી દ્વારા નવા બોર્ડને તૈયાર કરવામાં આવ્યું છે. નવું બોર્ડ 50 કરોડથી વધુના બેંક કૌભાંડની તપાસ કરશે. આ નવું બોર્ડ બેંક અધિકારીઓના પણ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાની તપાસ કરશે.

બોર્ડને જનરલ મેનેજર સ્તર સુધીના અધિકારીઓની આવકની તપાસ કરી શક્શે. બોર્ડનું એ પણ કામ હશે કે, સીબીઆઇની કોઇ પણ ટેક્નીકલી અડચણનું નિરાકરણ લાવવું. સાથે જ જો બેંકિંગ ક્ષેત્રમાં જોડાયેલા સંભવિત કૌભાંડોથી જોડાયેલ મામલાઓને તેમની ભલામણના આધારે સીબીઆઇ જેવી એજન્સીઓને મોકલી શક્શે.

કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે, બધી તપાસ એજન્સીઓએ એકબીજા સાથે આર્થિક વ્યવહાર કરવો જોઇએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા બેંકિંગ લેનદેન સાથે જોડાયેલ આંકડા મોટા પ્રમાણમાં સિસ્ટમમા છે. તે આંકડાઓનો પણ ઉપીયોગ પ્રભાવી રૂપે કરવામાં આવશે. આવામાં નવા સીવીસી બોર્ડનું કામ હશે જે સિસ્ટમમાં આવી રહેલ મુશ્કેલીઓને લસઇ જ્યા પણ કાયદો બનાવવાની જરૂરિયાત હશે, તે મામલાને ભારતીય રિઝર્વ બેંકને જણાવે.

આ પણ જુઓ: આગામી 4 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન