તમે ટીવી પર કઈ ચેનલ જોઈ રહ્યા છો, તેની બધી માહિતી સરકારને મળશે - Sandesh
  • Home
  • India
  • તમે ટીવી પર કઈ ચેનલ જોઈ રહ્યા છો, તેની બધી માહિતી સરકારને મળશે

તમે ટીવી પર કઈ ચેનલ જોઈ રહ્યા છો, તેની બધી માહિતી સરકારને મળશે

 | 9:35 am IST

સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે નવા ટેલિવીઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ ચિપ બતાવશે કે, લોકો કઈ કઈ ચેનલ જોઈ રહ્યા છે, અને કેટલી વાર સુધી જોઈ રહ્યા છે. આવું કરવાનો હેતુ દરેક ચેનલ માટે દર્શકોના વ્યૂઅરશિપ ડેટા એકઠા કરવાનો છે. તેનાથી જાહેરાત આપનારા અને ડીએવીપી પોતાની જાહેરાતો પર વિચાર કરીને ખર્ચ કરશે. માત્ર એ જ ચેનલોને પ્રચાર મળશે, જે વધુ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, ડીએવીપી વિવિધ મંત્રાલયો અને સંગઠનોના જાહેરાતો માટે સરકારની નોડલ એજન્સી છે. નવા પ્રસ્તાવમાં મંત્રાલયે ટ્રાયને કહ્યુ છે કે, પ્રસ્તાવ એ છે કે, ડીટીએચ ઓપરેટરોને નવા સેટટોપ બોકસમાં ચિપ લગાવવાનું કહેવામાં આવે. આ ચિપ જોવામાં આવતી ચેનલ અને તેને જોવાતા સમયના આંકડા આપશે. આ પ્રસ્તાવ ડીટીએચ લાઈસન્સ સાથે જોડાયેલ અનેક મુદ્દાઓ પર ટ્રાઈની તરફથી કરવામાં આવેલી ભલામણો પર મંત્રાલયની પ્રતિક્રિયાનો હિસ્સો હતો.

અધિકારીએ જણાવ્યું કે, મંત્રાલયને એવું લાગે છે કે, દૂરદર્શનની વ્યૂઅરશિપને ઓછી કરીને બતાવવામાં આવે છે અને ચિપ લગાવાયા બાદ ચેનલની અસલી વ્યૂઅરશિપ આંકડાની જાણકારી મળશે. સરકારના આ પગલાથી દેશમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઈન્ડિયા (બાર્ક)નો એકાધિકાર ખત્મ થઈ જશે. હાલ બાર્ક એ નથી જણાવતું કે વ્યૂઅરશિપના આંકડા તેણે કેવી રીતે એકઠા કર્યા, તેની પ્રોસેસ શુ છે અને સર્વોનો વિસ્તાર કયો છે.

આ રીતે મંત્રાલય પોતાના આંકડા એકઠા કરીને બાર્કના આંકડા સાથે સરખામણી કરીને માલૂમ કરશે કે, તેના આંકડા કેટલા વાસ્તવિક છે. મંત્રાલયે બાર્કના આંકડાને તપાસવા માટે 300 મીટરને ખરીદવાનો વિચાર કર્યો હતો, પંરતુ આટલા ઓછા મીટર લગાવવા પૂરતુ ન લાગ્યું. બાર્કે લોકોના ટીવી જોવાના આંકડા એકઠા કરવા માટે અંદાજે 30 હજાર મીટર ટીવી સેટ્સના મધરબોર્ડ લગાવ્યા છે.

ચિપ કેમ
સરકાર સૌથી વધુ જોવામા આવતી ચેનલો પર જાહેરાત આપવા માટે એ જાણવા માગે છે કે, લોકો કઈ ચેનલ વધુ જુએ છે. તેનાથી તે જાહેરાત વધુ લોકો સુધી પહોંચી શકે.

હાલ શું સિસ્ટમ છે
બાર્ક નામની સંસ્થાએ 30 હજાર ટીવી સેટ્સના મધરબોર્ડમાં મીટર લગાવ્યા છે. આ સંસ્થા વ્યૂઅરશિપના આંકડા જાહેર કરે છે. જોકે, બાર્ક એ નથી બતાવતું કે, આ આંકડા તેણે કેવી રીતે અને કયા વિસ્તારમાંથી એકઠા કર્યાં છે.

દૂરદર્શનની ચિંતા
સૂચના-પ્રસારણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, એવું લાગે છે કે દૂરદર્શનની વ્યૂઅરશિપ ઓછી કરીને બતાવવામાં આવે છે. ચિપ લગાવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.