રાંધણ ગેસનો બાટલો હવે મળશે માત્ર રૂ. 350માં…. ! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રાંધણ ગેસનો બાટલો હવે મળશે માત્ર રૂ. 350માં…. !

રાંધણ ગેસનો બાટલો હવે મળશે માત્ર રૂ. 350માં…. !

 | 12:13 pm IST
  • Share

ગરીબો ગેસ કનેશનલ લે છે પરંતુ ત્યારબાદ ગેસનો બીજો બાટલો મેળવવામાં તેમને આર્થિક મુશ્કેલી નડે છે. ઉજજવલા યોજનાની આ એક મોટી સમસ્યા છે. 14.2 કિલોના ગેસના બાટલાનો ભાવ દિલ્હી મુજબ રૂ. 783 છે. ગરીબો માટે આ ભાવ અસહ્ય છે. સરકારે 14.2 કિલોના મોટા બાટલાની જગ્યા પાંચ-પાંચ કિલોના ગેસના બે બાટલા પૂરા પાડવાની યોજના ઘટી કાઢી છે. આ યોજના ટૂંકમાં વાસ્તવિક બનશે.

પાંચ કિલોના ગેસના બાટલાનો ભાવ પણ નીચો હશે. પાંચ કિલોના બાટલાનો ભાવ માત્ર રૂ. 350 જ હશે. આ ભાવ ગરીબોને પોષાય તેવો પણ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ના ચેરમેન સંજીવસિંહે જણાવ્યું હતું કે આ યોજનાનો કેટલાક પસંદગીના સ્થળોએ અમલ કરાશે. બીજી સમસ્યા સિક્યુરિટી કિંમતની છે. મોટા બાટલા માટે સિક્યુરિટી કિંમતમાં રૂ. 1,250ની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપે છે. બે નાના બાટલાની સિક્યુરિટી કિંમત રૂ. 1,600 હશે આ અંગે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે.

ગેસ કનેકશન ધરાવનાર સામાન્ય પરિવાર વર્ષે 7.6 બાટલા લે છે જ્યારે ઉજ્જવલનો ગ્રાહક સરેરાશ 3.8 ટકા જ નવા બાટલા લે છે. નાના બાટલાની યોજનાનો આરંભ થતાં તેમાં વધારો થઈ શકે છે. ઉજ્જવલા યોજના હેઠળ હાલમાં 3.30 કરોડ ગેસ કનેકશન છે. આમાં 44 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન