Government Took Decision To Remove Corporate Tax Within 72 Hour
  • Home
  • Featured
  • મહિનાઓ નહીં, પણ ફક્ત આટલા કલાકમાં જ મોદી સરકારે લોકોને કરી દીધા માલામાલ

મહિનાઓ નહીં, પણ ફક્ત આટલા કલાકમાં જ મોદી સરકારે લોકોને કરી દીધા માલામાલ

 | 5:35 pm IST

બે દિવસ પહેલા એટલે કે શુક્રવારનાં જીએસટી કાઉન્સિલની બેઠકથી પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટેક્સ અને મિનિમમ અલ્ટરનેટ ટેક્સને લઇને મોટી જાહેરાત કરી. આર્થિક મંદીની વચ્ચે કૉર્પોરેટ ટેક્સમાં કાપ મુકવાનો નિર્ણય ફક્ત 72 કલાકમાં લેવામાં આવ્યો. આ 72 કલાકનાં નિર્ણયને અંતિમ અંજામ સુધી પહોંચાડવા માટે કાયદાકીય અને સંવૈધાનિક કાર્યવાહીઓથી પસાર થવું પડ્યું. ગત શુક્રવારનાં કૉર્પોરેટ ટેક્સ અને મિનિમમ અલ્ટરનેટ ટેક્સને લઇને મોટી જાહેરાત કરી. ગત શુક્રવારનાં કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનાં નિર્ણય માટે સરકારી અધિકારીઓએ બુધવારનાં જ આના પર કામ કરવાનું શરૂ કરી દીધું હતુ.

કેબિનેટની મંજૂરી પહેલા અધિકારીઓએ પહેલા પેપરવર્ક પુરુ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સહી લેતા પહેલા સંબંધિત અધિકારીઓએ આની તપાસ કરી અને નાણાંકીય ખોટ પર પડનારી અસર પર પણ ધ્યાન આપ્યું. ત્યારબાદ ઇનકમ ટેક્સ એક્ટમાં સંશોધન માટે ઑર્જિનેંસ તૈયાર કરવામાં આવ્યું. રામનાથ કોવિંદની સહી લીધાનાં ઠીક પહેલા આ ઑર્ડિનેંસને શુક્રવાર સવારે જ પુરું કરવામાં આવ્યું. ઑર્ડિનેંસની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તેને પ્રધાનમંત્રી કાર્યાલયમાં લઇ જવામાં આવ્યું અને પછી રાષ્ટ્રપતિ પાસેથી મંજુરી લેવામાં આવી.

આ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમ જીએસટી કાઉન્સિલની 37મી બેઠક માટે ગોવા પહોંચી ચુક્યા હતા. જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા પ્રેસ કૉન્ફરન્સનાં આયોજનને લઇને તમામ ચોંકી ગયા હતા. આ જાહેરાતથી સંબંધિત પ્રેસ રીલીઝ પણ શુક્રવારનાં તૈયાર કરવામાં આવી હતી, પરંતુ આ પણ કેટલાક ગણ્યાં-ગાંઠ્યા અધિકારીઓને જ આપવામાં આવી હતી. નાણાં મંત્રી દ્વારા જાહેરાત બાદ જ આને મીડિયાને આપવામાં આવી.

આ વિડીયો પણ જુઓ: રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે આવ્યા ઠાકોર સમાજના લોકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન