government-will-be-fully-supportive-of-increasing-textile-export-smriti-irani
  • Home
  • Business
  • ટેક્સ્ટાઇલની નિકાસ વધારવા સરકાર પૂરેપૂરી મદદ કરશે : સ્મૃતિ ઈરાની  

ટેક્સ્ટાઇલની નિકાસ વધારવા સરકાર પૂરેપૂરી મદદ કરશે : સ્મૃતિ ઈરાની  

 | 12:33 am IST

ધ કોટન ટેક્સ્ટાઇલ્સ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ટેક્સપ્રોસિલ)ના ત્રીજા ભાગના સભ્યો એમએસએમઇ કેટેગરીમાં હોવાથી આ ક્ષેત્રે વિકાસ ઉપર તેમણે સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એમ કેન્દ્રના ટેક્સ્ટાઇલ ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અહી આયોજિત નિકાસ એવોર્ડ વિતરણ સમારંભમાં જણાવ્યું હતું. ટેક્સ્ટાઇલની નિકાસ વધારવા સરકાર પૂરતી મદદ કરવા તૈયાર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમએસએમઇ ક્ષેત્ર માટે સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું છે. ટેક્સ્ટાઇલ ઉદ્યોગે એટીએફ સ્કીમનો અને રૂ.6,૦૦૦ કરોડના સ્પેશિયલ એપરલ મેઇડ અપ્સ પેકેજનો લાભ લેવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.   વિશ્વના ટેક્સ્ટાઇલના વેપારમાં ભારત મહત્વનું સ્થાન ધરાવે છે અને વિશ્વમાં સૌથી મોટા ટેક્સ્ટાઇલના નિકાસકાર તરીકે બીજું સ્થાન ધરાવે છે. કુલ ટેક્સ્ટાઇલ – ક્લોધિંગ નિકાસમાં કોટન યાર્ન અને કાપડનો હિસ્સો 23 ટકા છે.  

અહીં એ વાત સવિશેષ ઉલ્લેખનીય છે કે એપ્રિલ – સપ્ટેમ્બરમાં કોટન ટેક્સ્ટાઇલની નિકાસમાં 26 ટકાનો વધારો જોવાયો હતો.  ટેક્સપ્રોસિલે 2017-18ના વર્ષ દરમિયાન શ્રેષ્ઠતમ નિકાસ કામગીરી દર્શાવતા એકમો અને નિકાસકારોને 32 કેટેગરીમાં ૫૬ એવોર્ડ એનાયત કર્યા હતા. 38 કંપનીઓએ આ એવોર્ડ સ્વીકાર્યા હતા. તેઓ પૈકી સાત કંપનીઓએ પ્રથમવાર નિકાસ એવોર્ડ મેળવ્યો હતો.

આ વખતે મહિલા કામદારો સહિત રોજગાર વધારવા માટે પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.  ટેક્સપ્રોસિલના અધ્યક્ષ ઉજ્જવલ લાહોટીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને કારણે ભારતના ટેક્સ્ટાઇલની નિકાસને ફાયદો થવાની શક્યતા છે. ટેક્સપ્રોસિલે એમઆઇએસ હેઠળ કોટન યાર્નને આવરી લેવાની અને સુતરાઉ કાપડને આરઓએસએલ સ્કીમ હેઠળ લાવવાની માગણી સરકાર સમક્ષ કરી છે.

;