સરકાર દ્વારા આ ક્ષેત્રે 40 લાખ નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે - Sandesh
  • Home
  • Business
  • સરકાર દ્વારા આ ક્ષેત્રે 40 લાખ નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે

સરકાર દ્વારા આ ક્ષેત્રે 40 લાખ નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે

 | 10:18 am IST

કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા પછી તેના પર નવા રોજગારીના નિર્માણ માટે ઘણાં સવાલો કરવામાં આવી રહ્યા છે. જેના માટે સરકાર તરફથી નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસી-2018ના નામથી નવી ટેલિકોમ નીતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. જેમાં 2022 સુધીમાં આ સેક્ટરમાં 40 લાખ નોકરીનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ખાસ વાત એ છેકે નવી ટેલિકોમ નીતિમાં 40 MBPSની ઝડપથી બ્રોડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવવા અને 5-G ઇન્ટરનેટ સેવા આપવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટેલિકોમ સેક્ટરમાં 2022 સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ નીતિ હેઠળ તમામને બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવવામાં આવી છે. જેના કારણે ડિજિટલ કોમ્યુનિકેશનમાં 40 લાખ નવી નોકરીઓનું સર્જન થશે.

સરકારની આ નીતિ હેઠળ સરકાર 50 ટકા ઘરોમાં ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવા અને લેન્ડલાઇન પોર્ટેબિલિટી સવિસ શરૂ કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ટેલિકોમ સેક્ટર 7.8 લાખ કરોડના દેવા હેઠળ ડૂબેલું છે. નવી નીતિ હેઠળ 2020 સુધીમાં દેશની તમામ ગ્રામ પંચાયતોને 1 GBPS અને 2022 સુધીમાં 10 GBPS બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત ડ્રાફ્ટમાં દેવાના બોજ હેઠળ દબાયેલા ટેલિકોમ સેક્ટરને દેવામાંથી ઉગારવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ માટે ટેલિકોમ કંપનીઓની લાયસન્સ ફી, સ્પેક્ટ્રમ દરની સમીક્ષા કરવામાં આવશે કારણકે આ તમામ દરોથી ટેલિકોમ સેવાની પડતરમાં વધારો થાય છે. નવા ડ્રાફ્ટમાં બિઝનેસ સરળ બનાવવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટૂંક સમયમાં બ્રોડબેન્ડથી લેન્ડલાઇન, મોબાઇલ પર કોલ થઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન