Government Will Give 50% Of Your Salary Under ESIC's Campaign
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કોરોનાકાળમાં નોકરી ગુમાવનારાઓ માટે ખુશખબર, હવે સરકાર આપશે 50 ટકા સેલરી

કોરોનાકાળમાં નોકરી ગુમાવનારાઓ માટે ખુશખબર, હવે સરકાર આપશે 50 ટકા સેલરી

 | 4:11 pm IST
  • Share

સરકાર અટલ વીમા કલ્યાણ યોજાના (ABKY) માટે કેમ્પેઈન (Campaign) શરૂ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી આને લઇને પ્રતિક્રિયા એટલી ખાસ રહી નથી, પરંતુ આને ગતિ આપવા માટે નવી યોજના બનાવી છે. આ માટે સરકાર જાહેરાત આપશે જેથી આનો લાભ વધારેથી વધારે લોકો સુધી પહોંચી શકે. કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)થી જોડાયેલા સબ્સ્ક્રાઇબર્સને રાહત મળશે.

ESIC આ માટે 44,000 કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરશે

તેઓ ABKY હેઠળ પોતાના વેતનના 50 ટકા સુધી બેરોજગારી રાહત મેળવવા માટે દાવો કરી શકે છે. તેમને ફરી નોકરી મળી ગઈ હોય તો પણ તેઓ આનો ફાયદો લઇ શકે છે. ESIC આ માટે પોતાના 44,000 કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરશે. એક રિપોર્ટ અનુસાર, ESIC સભ્યો ડિસેમ્બર સુધી તેનો લાભ લઈ શકે છે. ગયા મહિને, ESICએ અટલ વીમા કલ્યાણ યોજનાનો 1 જુલાઇ 2020 થી 30 જૂન 2021 એટલે કે 1 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો.

ABKYમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે

નવા સોશિયલ સિક્યુરિટી કોડ એક્ટ હેઠળ સરકારે એ પણ નિર્ણય લીધો છે કે તે ESICની સેવાઓનો અવકાશ દેશના તમામ 740 જિલ્લાઓમાં વધારશે. શ્રમ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે આ માટે આયુષ્માન ભારત યોજના હેઠળ નોંધાયેલ હોસ્પિટલો અને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તમારે ESICની અટલ વીમા કલ્યાણ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમે કર્મચારી વીમા નિગમની વેબસાઈટ પર જઇને અટલ વીમા કલ્યાણ યોજનાનું ફૉર્મ ડાઉનલોડ કરીને આવેદન કરી શકો છો.

PF અથવા ESI કપાય છે તો લાભ લઈ શકો છે

આ હેઠળ અચાનક નોકરી છૂટ્યા બાદ 2 વર્ષ સુધી એક નિશ્ચિત આર્થિક મદદ આપવામાં આવે છે. જો તમે સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરો છો અને તમારી કંપની તમારું PF અથવા ESI દર મહિને તમારા વેતનમાંથી કાપે છે તો તમે આનો લાભ લઈ શકો છો. જો કોઈ ખરાબ વ્યવહાર, વ્યક્તિગત કારણ અથવા પછી કોઈ કાયદાકીય કાર્યવાહીના કારણે બેરોજગારીની સ્થિતિ પેદા થાય છે તો આ સ્કીમનો લાભ નહીં મળે. ESICના ડેટા બેઝમાં ઇંશ્યોર્ડ વ્યક્તિનું આધાર અને બેંક ખાતુ લિંક હોવું જોઇએ. ત્યારે જ તેને ફાયદો મળશે. નોકરી છૂટ્યાના 30 દિવસ બાદ જ આ સ્કીમ માટે આવેદન કરી શકશો. પહેલા આ સમયસીમા 90 દિવસની હતી. તમારા આવેદનને મંજૂરી મળ્યા બાદ તમારા બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

આ વિડીયો પણ જુઓ: સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોમ્બરથી પ્રવાસીઓ ખુલ્લું મુકાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન