Government Will Give Job To 5 People From Each Village Of J&K
  • Home
  • Featured
  • કાશ્મીરને સાચા અર્થમાં ‘સ્વર્ગ’ બનાવવામાં લાગી સરકાર, અપનાવી આ ગજબની રણનીતિ

કાશ્મીરને સાચા અર્થમાં ‘સ્વર્ગ’ બનાવવામાં લાગી સરકાર, અપનાવી આ ગજબની રણનીતિ

 | 11:20 pm IST

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારનાં જમ્મુ-કાશ્મીરનાં પંચો અને સરપંચોનાં પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત દરમિયાન ભરોસો અપાવ્યો કે રાજ્યનાં લોકો માટે સરકારી સેવાઓમાં જલદી ભરતી કરવામાં આવશે અને એ ખાતરી કરવામાં આવશે કે દરેક ગામમાંથી ઓછામાં ઓછા 5 લોકોને સરકારી નોકરી મળે. સાથે જ તેમણે એ પણ આશ્વાસન આપ્યું કે ત્યાં જલદી બ્લૉક સ્તરીય ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં લોકશાહીની વ્યવસ્થા મજબૂત બનશે

ગૃહ મંત્રી અમિત શાહે અલગ અલગ જિલ્લાનાં સરપંચો, ફળ ઉત્પાદકો, વેપારીઓ અને ફળ ઉત્પાક એજન્સીઓનાં સભ્યો સાથે મુલાકાત કરી. 1947નાં સમયથી જ વિસ્થાપિતોનાં પ્રતિનિધિમંડળે પણ ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળનાં સભ્યોએ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનાં કલમ 370 હટાવવાનાં સાહસિક પગલા માટે ગૃહ મંત્રીને અભિનંદન આપ્યા. આ તક પર અમિત શાહે જમ્મુ-કાશ્મીરથી અલગ પ્રતિનિધિમંડળોને કહ્યું કે, “કલમ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સંવિધાનનાં 73મો અને 74મો સંશોધન એક્ટ લાગુ છે જેનાથી રાજ્યમાં લોકશાહી વ્યવસ્થા મજબૂત થશે.”

ગામને સુધારવાનાં કામ સરપંચો કરશે, લોકો સુધી પહોંચાડાશે તમામ વ્યવસ્થાઓ

અમિત શાહે સરપંચોને કહ્યું કે, “તમે જ હવે જમ્મુ-કાશ્મીરનાં નેતા છો અને તમારે મૂળભૂત વ્યવસ્થાઓ લોકો સુધી લઇ જવાની છે. ગામની સત્તા ગામ પાસે આવી છે. આ કારણે ગામને સુધારવાનાં તમામ કામ સરપંચોએ જ કરવાનાં છે.” સરપંચો દ્વારા મોબાઈલ કનેક્ટીવિટી પુરી પાડવાનાં વિષયમાં ગૃહ મંત્રીએ આશા વ્યક્ત કરી કે આવનારા દિવસોમાં જલદી મોબાઈલ કનેક્ટીવિટી શરૂ કરી દેવામાં આવશે. અમિત શાહનું કહેવું હતુ કે, “ભારતની 85 યોજનાઓ છે અને તેને દરેક ગામ સુધી પહોંચાડવાની છે.”

સરકારી નોકરીઓ માટે ટૂંક સમયમાં કરવામાં આવશે ભરતી

અમિત શાહે ખાસ કરીને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, વિધવા સહાયતા યોજના, માતૃત્વ સહયોગ યોજનાનો ઉલ્લેખ કર્યો. તેમણે સરપંચોથી એ પણ કહ્યું કે, “હવે તમારા લોકોની આ ફરજ છે કે આ યોજનાઓ માટે પ્રક્રિયા પૂર્ણ કરવામાં ગામનાં લોકોની મદદ કરો.” કેન્દ્રિય ગૃહ મંત્રીએ મુલાકાત દરમિયાન કહ્યું કે બહુ જ જલદી અલગ અલગ સરકારી સેવાઓમાં ભરતી શરૂ કરવામાં આવશે, તથા એ સુનિશ્વિત કરવામાં આવશે કે કોઈ પણ ભલામણ વગર દરેક ગામમાંથી 5 લોકોને નોકરી આપવામાં આવશે. અમિત શાહે રાજ્યમાં જલદી સ્થિતિ સામાન્ય થશે તેવું આશ્વાસન આપ્યું અને કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ના કરવાનું કહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: વડોદરામાં રૂ.11 લાખની ખંડણી માગનાર ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન