Government Will Give Loan In 200 Districts Says Nirmala Sitharaman
  • Home
  • Business
  • આર્થિક મંદી દૂર કરવા સરકારની વધુ એક મોટી જાહેરાત, 200 જિલ્લાઓમાં આપવામાં આવશે લોન

આર્થિક મંદી દૂર કરવા સરકારની વધુ એક મોટી જાહેરાત, 200 જિલ્લાઓમાં આપવામાં આવશે લોન

 | 10:29 pm IST

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારનાં કહ્યું કે, 31 માર્ચ 2020 સુધી સંકટગ્રસ્ત કોઇ પણ એમએસએમઈને એનપીએ જાહેર કરવામાં નહીં આવે. તેમણે બેંકો સાથે રોકડ નાણાંની સમીક્ષા કરી. પ્રેસ કોન્ફરન્સમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, “કેટલીક નૉન બેન્ક ફિનાન્સિયલ કંપનીઓની ઓળખ કરવામાં આવી છે, જેમને બેંક લૉન આપી શકે છે. બેંક લેન્ડિંગ માટે નવા ગ્રાહકો જોડવામાં આવશે. નાણાં મંત્રીનું માનીએ તો NBFCની સ્થિતિ સુધરી રહી છે.

200 જિલ્લાઓમાં કેમ્પ લગાવાશે

નાણાં મંત્રીએ કહ્યું કે બેંક લોન આપવાનાં ઇરાદાથી 3થી 7 ઑક્ટોબરની વચ્ચે 200 જિલ્લાઓમાં એનબીએફસી અને રીટેલ લેણદારો માટે કેમ્પ લગાવશે. સરકારે આ અભિયાનને ‘બેંક લોન મેળા’નું નામ આપ્યું છે. નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 11 ઑક્ટોબર બાદ પણ લોન મેળાનું આયોજન કરવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે જે જિલ્લાઓમાં આ લોન મેળાનું આયોજન કરવામાં આવશે. ત્યાંનાં સાંસદ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ અભિયાનમાં ભાગ લેશે.

બેંક રિફોર્મ્સનાં સારા પરિણામ આવશે

આ ઉપરાંત બેંકોનાં વિલયનાં પ્રશ્નો પર સીતારમણે કહ્યું કે નિયમ પ્રમાણે કામ ઝડપથી ચાલી રહ્યું છે અને બેંક રિફોર્મ્સનાં સારા પરિણામ આવશે. ઉલ્લેખનીય છે કે મંદીનાં ભણકારા વચ્ચે મોદી સરકાર તરફથી સતત મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને લઇને મોટી જાહેરાતો કરી ચુક્યા છે.

અર્થવ્યવસ્થામાં સુધારનાં સતત પ્રયત્ન

આ પહેલા શનિવારનાં નાણાં મંત્રીએ 60 ટકા સુધી પુરા થઇ ચુકેલા નિર્માણાધીન આવાસીય યોજનાઓનું કામ પૂર્ણ કરવા માટે 10 હજાર કરોડ રૂપિયાની ખાસ સુવિધા આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આટલી જ રકમ વ્યક્તિગત ક્ષેત્રથી ભેગી કરવામાં આવશે અને આની પણ જાણકારી આપવામાં આવશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને દૂર કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકાર આ વાતને લઇને ગંભીર છે કે આવનારા દિવસોમાં જો જરૂરિયાત પડશે તો જાહેરાતો કરવામાં આવશે.

આ વિડીયો પણ જુઓ: રવિવારે પણ રાજ્યની RTO કચેરી કાર્યરત રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન