Government will plan for public healthcare system for middle class
  • Home
  • Business
  • મધ્યમ વર્ગને મોદી સરકારની ભેટ! ‘આયુષ્માન ભારત’ ને લઈ શરૂ કરી આ ખાસ તૈયારી

મધ્યમ વર્ગને મોદી સરકારની ભેટ! ‘આયુષ્માન ભારત’ ને લઈ શરૂ કરી આ ખાસ તૈયારી

 | 2:30 pm IST

દેશમાં મધ્યમ વર્ગના લોકોનું દિલ જીતવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને હવે મોદી સરકાર જલ્દી એક મોટો નિર્ણય લઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી વધુ સારી સુવિધા મધ્યમ વર્ગને આપવા માટે કેન્દ્ર સરકાર ખાસ તૈયારી કરી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ મધ્યમ વર્ગને સ્વસ્થ બનાવવા માટે સરકાર જલ્દી મધ્યમ વર્ગ માટે અલગથી હેલ્થકેર સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે હવે મધ્યમ વર્ગ પરિવારો માટે પણ ‘આયુષ્માન સ્કીમ’! મીડિયા રિપોર્ટ સરકારના થિંક ટેન્ક એટલે કે નીતિ આયોગે મધ્યમ વર્ગ માટે વિશેષ રીતે અલગથી હેલ્થકેર સ્કીમ લાવવા માટે રિપોર્ટ પણ તૈયાર કરી લીધી છે. જોકે આયુષ્માન સ્કીમ દેશના ગરીબોના સ્વાસ્થ્ય અને સારવાર માટે છે. પરંતુ નીતિ આયોગ મુજબ દેશના મધ્યમ વર્ગ માટે હાલ કોઈ ખાસ હેલ્થકેર સરકારી નીતિ અથવા યોજના નથી.

આ જ કારણ છે કે સરકાર જલ્દી મધ્યમ વર્ગ માટે કેન્દ્રીય હેલ્થકેર સ્કીમના માધ્યમથી દેશના લગભગ 50 ટકા મધ્યમ વર્ગને કવર કરવા ઇચ્છે છે. જો બધુ યોગ્ય રહ્યું હતું તો મોદી સરકાર મધ્યમ વર્ગને સ્વાસ્થ્ય સંબંધી એક મોટી ભેટ આપી શકે છે અને મધ્યમ વર્ગ પરિવાર પણ માત્ર 200થી 500 રૂપિયા પ્રીમિયમ ભરીને યોગ્ય સારવારનો લાભ લઈ શકશે.

આ વીડિયો પણ જુઓ: નિત્યાનંદના ફોટો અને નામ સાથેની બસ સ્કૂલ પાર્કિંગમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન