government-will-soon-introduce-an-electric-vehicle-and-alternative-fuel-policy-pm-modi
  • Home
  • Business
  • સરકાર ટૂંક સમયમાં લાવશે ઇલેક્ટ્રિક વાહન તેમજ વૈકલ્પિક ઈંધણ નીતિ: PM મોદી

સરકાર ટૂંક સમયમાં લાવશે ઇલેક્ટ્રિક વાહન તેમજ વૈકલ્પિક ઈંધણ નીતિ: PM મોદી

 | 11:23 am IST

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ શુક્રવારે જાહેર કર્યુ છે કે ભારત ઈ-મોબીલિટીને પ્રોત્સાહન આપશે. સરકાર ટૂંક સમયમાં વૈકલ્પિક ઈંધણ નીતિ લાવશે. PM મોદીએ જણાવ્યુ કે દુનિયામા અત્યારે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. ઈ-મોબીલિટીના ક્ષેત્રે આગળ ધપવાનો સમય છે. ભારત વિકાસ સાથે આ ક્ષેત્રે પણ આગળ આવશે.

ઉદ્યાગપતિઓ અને દુનિયાભરના બિઝનેસમેનને અપીલ કરતા તેમણે જણાવ્યુ કે મોબિલીટી ઇકોસિસ્ટમને તૈયાર કરવામાં આવે. PM મોદીએ નીતિ આયોગ દ્વારા આયોજીત પ્રથમ મોબિલીટી સમિટમાં સંબોધન કર્યુ હતુ. આ સમિટમાં દેશની અગ્રણી ઓટો કંપનીઓના અગ્રણીઓ પણ હાજર હતા.આ સમિટમાં સુઝુકી મોટરના ચેરમેન , ટોયોટોના ચેરમેન, એબીબીના સીઇઓ, તેમજ ગ્લોબલ બિઝનેસ લીડર્સનો સમાવેશ થાય છે.

નવી નીતિના ભાગ રૂપે વૈકલ્પિક ઈંધણથી ચાલતા વાહનોનું ઉત્પાદન વધારવામાં આવશે. વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવને અંકુશમાં લાવવા સરકાર પ્રયત્ન કરી રહી છે. PM મોદીએ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને વધારવા પર ભાર મુક્યો હતો. તમામ ઘરેલુ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં આગળ આવશે. રોડમેપ પોલીસી લાવવાની આ તમામ કંપનીઓ માંગ કરી રહી છે. જેથી રોકાણ અને વેપારમાટે સરળતા રહે.

આ સાથે સાથે  PM મોદીએ આ સમિટમાં દેશવાસીઓને ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરી સાર્વજનીક વાહનોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. સમગ્ર દેશ એક થઈ આ મામલે કામ કરશે તો જ આ દીશામાં આગળ આવી શકાશે.