Government's message to Whatsapp, how serious is spyware attack?
  • Home
  • Featured
  • સરકારનો વોટ્સએપને મેસેજ, કેટલો ગંભીર છે સ્પાઇવેર એટેક?

સરકારનો વોટ્સએપને મેસેજ, કેટલો ગંભીર છે સ્પાઇવેર એટેક?

 | 9:34 am IST

કેન્દ્ર સરકારે વોટ્સએપથી સ્પાઇવેર/ મેલવેયર હુમલાની ગંભીરતા અને તેનો ઉકેલ લાવવા માટે ઉઠાવવામાં આવેલા સુરક્ષાની જાણકારી માંગી છે. સરકાર વોટ્સએપની જાણકારીની આધાર પર તેના અધિકારીઓને નિર્દેશ આપશે કે તે અમેરિકી સોશિયલ મીડિયા એપનો ઉપયોગ જારી રાખો કે પછી બંધ કરી દો. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીએ વોટ્સએપથી પત્ર લખીને પુછ્યું કે સ્પાઇવેર હુમલામાં શુ ભારતીય ગ્રાહક પણ પ્રભાવિત થાય હતા? જો થયા હતા તો તેમની સંખ્યા કેટલી છે? મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે વોટ્સએપને ઇમેઇલ મોકલીને તેમને કહ્યું કે તે અમેને મામલાની સંવેદનશીલતાથી માહિતી કરાવે અને સાથે જ તે ઉપાયોની પણ જાણકારી આપે જે તેમને સમસ્યાને દૂર કરવા માટે ઉઠાવ્યા છે.

ગત અઠવાડિયે કંપનીએ જણાવ્યું હતું કે કથિત રીતે પર એક ઇઝરાયેલ સાયબર ઇન્ટેલિજેન્સ ગ્રુપમાં વોટસએપના કોલિંગ ફંક્શનમાં કાપ લગાવીને યૂજર્સના ફોનમાં સ્પાઇવેર નાખવાની કોશિશ કરી હતી. તેનાથી યૂજર્સના ડિવાઇસની દરેક જાણકારીઓ ખતરામાં હતી. એક જાણીતા સમાચાર પત્રએ આ અંગે જાણકારી માટે વોટ્સએપને ઇમેઇલથી સવાલ મોકલ્યા હતા.

જેની પર કંપનીએ કોઇ રિસ્પોન્સ આપ્યો નતી. વોટ્સએપે સાર્વજનિક રીતે નિવેદન આપી જણાવ્યું હતું કે સ્પાઇવેરની હકરતની આ મહિને માલૂમ પડ્યું હતું અને તેને ઇંફ્રાસ્ટ્રકચરની મદદથી મામલાને હલ પણ કર્યો હતો. કંપનીએ જોર આપી યુજર્સને કહ્યું કે તે સોમવારે જારી વોટ્સએપના લેટેસ્ટ અપડેટને ઇન્સ્ટોલ કરી લો. વોટ્સએપે સોમવારે એક નિવેદન આપી કહ્યું કે તે અમેરિકાની કાયદાકીય એજન્સીને પહેલા જ સ્પાઇવેર હુમલા અંગે જાણી કરી ચૂકી છે.

એક અન્ય સરકારી અધિકારીએ કહ્યુ કે, અમે સ્પાઇવેરની ઘટનાને લઇને ચિંતિત છીએ. અમને ખબર છે કે આ વૈશ્વિક મામલો છે. પરંતુ અમે આ વાત પણ જાણવા માંગીએ છીએ કે ક્યાંક કોઇ ઇન્ડિયન યુજર તો તેની ઝપેટમાં નથી આવ્યો. આ નેશનલ સાયબર સિક્યોરિટીના હિસાબથી મોટો મામલો છે. અધિકારીએ કહ્યું કે મંત્રાલય કંપનીના રિસ્પોન્સ બાદ નિર્યણ કરશે કે શુ સરકારી અધિકારીઓએ વોટ્સએપનો ઉપયોગ કરવાથી ઇન્કાર કરવામાં આવે. વોટ્સએપની પ્રાઇવસી અને સિક્યોરીટીને લઇને આ સરકારી અધિકારી પણ તેનો ઉપયોગ કરે છે. ભારત વોટ્સએપનો સૌથી મોટું બજાર છે. અંહી તેના આશરે 20 કરોડ ગ્રાહક છે.

વોટ્સએપે થોડાક દિવસો પહેલા સરકારને મેસેજનો ઓરિજિન બતાવવાથી ઇન્કાર કર્યો હતો. સરકાર સોશિયલ મીડિયા એપ દ્વારા ફેલાતી અફવાઓ અને હિંસક ઘટનાઓને રોકવા માટે આ જાણકારી ઇચ્છતા હતા. સ્પાઇવેર પ્રકરણ બાદ સરકાર અને વોટ્સએપની વચ્ચે તણાવ ઉભો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન