જનધન ખાતા માટે સરકારનું દે ધનાધન, જાણો ગુજરાતમાં કેટલા બંધ થયા - Sandesh
  • Home
  • Business
  • જનધન ખાતા માટે સરકારનું દે ધનાધન, જાણો ગુજરાતમાં કેટલા બંધ થયા

જનધન ખાતા માટે સરકારનું દે ધનાધન, જાણો ગુજરાતમાં કેટલા બંધ થયા

 | 4:53 pm IST

કેન્દ્ર સરકારે હવે જનધન ખાતા માટે દે ધનાધન શરૂ કર્યું છે. સરકારે સંસદમાં જણાવ્યું છે કે 20 ડિસેમ્બર 2017 સુધીમાં 49.50 લાખ જનધન ખાતા બંધ કરી દેવાયા છે. આ પૈકી 50 ટકા ખાતા ગુજરાત, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હતાં.

સરકારે સંસદમાં જણાવ્યું હતું કે દેશભરમાં 31 કરોડ જેટલા જનધન ખાતા છે. આ પૈકી 24.64 કરોડ ખાતા જ સક્રિય છે. 24 મહિનામાં આ ખાતામાં જ વ્યવહારો થયા છે. નાણા મંત્રાલયે આ માહિતી પૂરી પાડી છે.

કેન્દ્ર સરકાર બધા જ પરિવારો માટે ઝિરો બેલેન્સ સાથે જનધન ખાતા ખોલવાની યોજના ધરાવે છે. સરકાર આ ખાતાનો ઉપયોગ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરે છે તેમજ ખાતેદારોને અકસ્માત અને જીવન વીમો પણ આપે છે.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 9.62 લાખ ખાતા બંધ કરાયા છે. મધ્ય પ્રદેશમાં 4.44 લાખ, તમિલનાડુમાં 3.55 લાખ,રાજસ્થાનમાં 3.11 લાખ, મહારાષ્ટ્રમાં 3 લાખ, બિહારમાં 2.90 લાખ, પંજાબમાં 2.28 લાખ, પશ્ચિમ બંગાળમાં 2.23 લાખ, દિલ્હીમાં 1.65 લાખ અને ગુજરાતમાં 4.19 લાખ જનધન ખાતા બંધ કરી દેવાયા છે.