Governor Did Not Gave Permission To Rahul Gandhi For Kashmir Visit
  • Home
  • Featured
  • કાશ્મીરની મુલાકાતે જવા માંગતા હતા રાહુલ ગાંધી, રાજ્યપાલે આ કારણ આપી ઠુકરાવી માંગ

કાશ્મીરની મુલાકાતે જવા માંગતા હતા રાહુલ ગાંધી, રાજ્યપાલે આ કારણ આપી ઠુકરાવી માંગ

 | 6:59 pm IST

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ મલિકે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એ માંગને ઠુકરાવી દીધી છે જેમાં માંગણી કરવામાં આવી હતી કે વિપક્ષનાં નેતાઓને ખીણની મુલાકાત કરવા દેવામાં આવે. જમ્મુ-કાશ્મીર રાજભવને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “વિપક્ષી પાર્ટીનાં નેતાઓનાં પ્રવાસથી સમસ્યાઓ વધશે અને સ્થાનિક લોકોએ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.”

રાહુલ ગાંધી આ મુદ્દાની રાજનીતિ કરી રહ્યા છે

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારનાં એક ટ્વિટ કરીને કહ્યું હતુ કે, ‘રાજ્યપાલ સત્યપાલ મલિકને અપીલ છે કે વિરોધ પક્ષનાં નેતાઓને ખીણની મુલાકાત કરવા અને લોકો સાથે વાતચીત કરવાની પરવાનગી આપવામાં આવે.’ આના જવાબમાં રાજ્યપાલે કહ્યું કે, “રાહુલ ગાંધી આ મુદ્દાની રાજનીતિ કરી રહ્યા છે.” રાજ્યપાલે કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર રાહુલ ગાંધી કદાચ ફેક ન્યૂઝ જોઇને પ્રતિક્રિયા આપી રહ્યા છે.”

પ્રિયંકા ગાંધીએ 370 હટાવવાનાં નિર્ણયને ગણાવ્યો ગેરબંધારણીય

રાજ્યપાલે કહ્યું કે, “કેટલીક સામાન્ય ઘટનાઓને છોડીને રાજ્યની સ્થિતિ સામાન્ય છે.” ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારનાં 370ની કલામ હટાવવાનાં નિર્ણયને સંવિધાનનું ઉલ્લંઘન ગણાવ્યો હતો અને કહ્યું હતુ કે, “આ નિર્ણયથી રાષ્ટ્રિય સુરક્ષામાં સંકટ ઉભું થશે.” તો પ્રિયંકા ગાંધી પણ આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવી ચુક્યા છે.

આ વિડીયો પણ જુઓ: પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો ઝટકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન