Governor gave important advice to mamata banerjee
  • Home
  • Election
  • રાજ્યપાલે મમતા બેનર્જીને ‘નાની બહેન’ કહીને આપી સલાહ, ‘દીદી’એ આપ્યો વળતો જવાબ

રાજ્યપાલે મમતા બેનર્જીને ‘નાની બહેન’ કહીને આપી સલાહ, ‘દીદી’એ આપ્યો વળતો જવાબ

 | 11:35 am IST
  • Share

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ આજે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના ત્રીજીવાર શપથ લીધા છે. એટલે કે એકવાર ફરી બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કૉંગ્રેસની સરકાર બની ગઈ છે. તેમની સાથે કોઈ પણ મંત્રીએ શપથ નથી લીધા. આ દરમિયાન સ્ટેજ પર મમતા બેનર્જીની અને રાજ્યપાલ જગદીપ ધનખડ જ જોવા મળ્યા. બંનેએ એક-બીજાની સામે હાથ જોડીને અભિવાગન સ્વીકાર કર્યા. જો કે કેટલીકવાર પછી રાજ્યપાલ અને મુખ્યમંત્રીના નિવેદનોમાં ટકરાવ જોવા મળ્યો.

શપથ લીધા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પ્રાથમિકતા કોરોનાની વિરુદ્ધ લડાઈ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, હિંસાની ઘટના સહન નહીં થાય અને આવું કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. મમતા બાદ રાજ્યપાલે પણ ચૂંટણી બાદ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. મમતા બેનર્જીને નાની બહેન ગણાવતા રાજ્યપાલે તેમને કાયદા વ્યવસ્થા મુદ્દે શિખામણ આપી. રાજ્યપાલે કહ્યું કે, કાયદા-વ્યવસ્થાનું રાજ હોવું જોઇએ. આશા છે કે મમતા સંવિધાન પ્રમાણે ચાલશે.

રાજ્યપાલની આ ટિપ્પણીનો મમતાએ પણ જવાબ આપ્યો. મમતાએ ચૂંટણી પંચને નિશાને લીધી અને કહ્યું કે, અત્યાર સુધી બધું જ ચૂંટણી પંચના હસ્તે હતુ. ચૂંટણી પંચે અનેક અધિકારીઓને બદલી દીધા હતા, મેં અત્યારે શપથ લીધા છે, નવી રીતે વ્યવસ્થા કરીશ. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં જે રીતે ભારતીય ચૂંટણી પંચે તાકાત લગાવી હતી, એવું લાગી રહ્યું હતુ કે બંગાળનો મુકાબલો ફસાઈ શકે છે, પરંતુ જ્યારે પરિણામો આવ્યા તો બીજેપી તૃણમૂલ કૉંગ્રેસના વાવાઝોડા સામે ટકી શકી નહીં. 292 સીટો (2 સીટો પર ચૂંટણી ના થઈ)માંથી ટીએમસીના ખાતામાં 213 સીટો આવી, જ્યારે ભાજપા 77 સીટો પર સમેટાઈ ગઈ. જો કે બીજેપી માટે આ ઘણો મોટો આંકડો છે.

2 મેના ચૂંટણીમા પરિણામો જાહેર થયા બાદથી જ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા ચાલી રહી છે. બંગાળમાં અલગ-અલગ જિલ્લાઓમાં લૂંટ, તોડફોડ અને આગ લગાવવાની ઘટનાઓ સામે આવી છે. મહિલાઓ સાથે રેપ અને મારઝૂડના સમાચાર પણ છે. આ હિંસામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાનું હેવામાં આવી રહ્યું છે. બીજેપીએ પોતાના 6 કાર્યકરોની હત્યાનો આરોપ લગાવ્યો છે, તો ટીએમસીએ પણ પોતાના 4 કાર્યકરો માર્યા ગયા હોવાનું કહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો