Governor House Of Jammu and Kashmir Replied To Rahul Gandhi
  • Home
  • Featured
  • રાહુલે J&Kનાં રાજ્યપાલને કટાક્ષ કરતા કહ્યા ‘માલિક’, હવે ગવર્નર હાઉસે આપ્યો આ જવાબ

રાહુલે J&Kનાં રાજ્યપાલને કટાક્ષ કરતા કહ્યા ‘માલિક’, હવે ગવર્નર હાઉસે આપ્યો આ જવાબ

 | 10:37 pm IST

આર્ટિકલ 370 પર કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી સરકારનાં મોટા પગલા બાદ જમ્મુ-કાશ્મીર પર રાજ્યપાલ સત્યપાલ મલિક અને કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વચ્ચે ટ્વિટર પર સતત પ્રશ્ન-જવાબ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીએ સત્યપાલ મલિકને ‘માલિક’ કહીને સંબોધિત કરતા ટ્વિટ કર્યું, ત્યારબાદ રાજ્યપાલ કાર્યાલય તરફથી જવાબ આપવામાં આવ્યો છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધને જમ્મુ-કાશ્મીર પ્રવાસને લઇને રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે કહ્યું કે, “રાજ્ય તંત્ર અત્યારે સ્વતંત્રતા દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે અને રાહુલની યાત્રા માટે સુવિધાજનક સમયને લઇ તેમને સંપર્ક કરવામાં આવશે.”

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલનાં કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે, “રાહુલ ગાંધીએ એક મુદ્દા પર જવાબ આપવા માટે 4 દિવસ લગાવ્યા, જે પહેલાથી જ સ્પષ્ટ અને વ્યવસ્થિત છે. વર્તમાનમાં સંપૂર્ણ રાજ્ય પ્રશાસન સ્વતંત્રતા દિવસની ઉજવણીની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે.” એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરની ગવર્નર ઑફિસ તરફથી કહેવામાં આવ્યું કે, “રાજ્યપાલે સ્થાનિક પ્રશાસનને આ મામલો સોંપ્યો છે, જે એક યોગ્ય સમય પર સાંસદનાં સંપર્કમાં રહેશે. રાજ્યપાલે આ સંદર્ભમાં કોઈપણ નિવેદન જાહેર નથી કર્યું.”

જણાવી દઇએ કે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતુ કે, ‘ડિયર માલિક જી, મે મારા ટ્વિટ પર તમારી પ્રતિક્રિયા જોઇ. હું જમ્મુ-કાશ્મીર આવવાનું તમારું નિયંત્રણ સ્વીકાર કરું છું. હું કોઈ પણ શરત વગર લોકોને મળવા માટે તૈયાર છું. હું ક્યારે આવી શકે છું?”

આ વિડીયો પણ જુઓ: સ્વતંત્ર દિન નિમિત્તે વાઘા-અટારી બોર્ડર પર સેનાનું જશ્ન- પાર્ટ 01

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન