Governor of UP Anandi Ben Patel reduce to VIP Security of Her
  • Home
  • Featured
  • UP: રાજ્યપાલ આનંદીબેન પટેલે જનહિતમાં લીધો આ મોટો નિર્ણય, થઈ રહ્યા છે વખાણ

UP: રાજ્યપાલ આનંદીબેન પટેલે જનહિતમાં લીધો આ મોટો નિર્ણય, થઈ રહ્યા છે વખાણ

 | 11:26 pm IST

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમની VIP સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તેમનું માનવું છે કે આ બધા સુરક્ષા કર્મીઓએ સામાન્ય જનતાની સેવા કરવી જોઈએ. ત્યારે આનંદીબેનના આ નિર્ણયના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેને તેમની VIP સુરક્ષામાંથી લગભગ 50 સુરક્ષા કર્મીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. VIP કલ્ચરને સમાપ્ત કરવાની દિશામાં આનંદી બેનના આ નિર્ણયને એક મજબૂત અને મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. તેમને બધા સુરક્ષા કર્મીઓને રાજ્ય સરકારને પરત કરવા કહ્યું છે. તેમનું કહેવું છે કે આ બધા સુરક્ષા કર્મીઓએ સામાન્ય જનતાની સેવા કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 20મી જુલાઈએ મોટું ફેરબદલ કરી આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ નિમણૂક કર્યા હતા. તેમને રાજ્યપાલ તરીકે પાંચ વર્ષનું કાર્યકાળ પૂર્ણ કરનાર રામ નાઈકની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા હતા. યુપીના રાજ્યપાલ બન્યા બાદ આનંદીબેન પટેલ સતત જનહિતમાં મહત્વના કામ કરી રહ્યા છે. આ પહેલા તેમને સામાન્ય લોકો માટે રાજભવનના દ્વાર ખોલવાનો નિર્ણય કર્યો હતો. તેથી હવે સામાન્ય વ્યક્તિ તેના પરિવાર સાથે રાજભવનની મુલાકાત લઈ શકે છે. જે સપ્તાહમાં બે દિવસ મંગળવાર અને ગુરુવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે ખુલે છે.

આ વીડિયો પણ જુઓ: અરબી સમુદ્ધમાંથી 21 બોટ સુરક્ષા એજન્સીને હાથ લાગી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન