Governor Satyapal Malik Reviews Jammu Kashmir Security Said Restriction Will Be Eased After August 15
  • Home
  • Featured
  • 15મી ઑગસ્ટ બાદ જમ્મુ-કાશ્મીર માટે આવશે મોટા સમાચાર, ખુદ રાજ્યપાલ મલિકે કહ્યું કે…

15મી ઑગસ્ટ બાદ જમ્મુ-કાશ્મીર માટે આવશે મોટા સમાચાર, ખુદ રાજ્યપાલ મલિકે કહ્યું કે…

 | 8:58 am IST

જમ્મુ-કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધો પર 15મી ઑગસ્ટ બાદ ઢીલ અપાશે. આર્ટિકલ 70 હટાવ્યા બાદથી જ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક કરાઇ છે અને ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ છે. રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ બાદ પ્રતિબંધોમાં ઢીલ અપાશે. જો કે નેટ અને ફોન સેવા ફરી શરૂ થતાં થોડાંક દિવસ લાગી શકે છે. આ બધાની વચ્ચે રાજ્યપાલેસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાજ્યમાં આવવાનું નિમંત્રણ એ કહેતા પાછું લઇ લીધું કે રાહુલ પોતાની શરતો પર જમ્મુ-કાશ્મીર પર આવવા માંગે છે અને આ થઇ શકે તેમ નથી.

મલિકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે 15મી ઑગસ્ટ બાદ અવરજવર પર લગાવેલ પ્રતિબંધમાં ઢીલ અપાશે. જો કે ફોન અને ઇન્ટરનેટને તેમણે યુવાનોને ગુમરાહ કરવાનું અને ભડકાવાનું હથિયાર ગણાવ્યું. મલિકે કહ્યું કે અમે દુશ્મને એ હથિયાર ત્યા સુધી નથી આપવા નથી માંગતા જયાં સુધી વસ્તુ સામાન્ય ના થઇ જાય. એક સપ્તાહ કે 10 દિવસમાં બધું ઠીક થઇ જશે અને ત્યારબાદ ધીમે-ધીમે સંપર્કને ફરી સંધાશે.

‘સરહદ પારના પ્રોપગેંડાના આધાર પર રાહુલની વાતો’

સત્યપાલ મલિકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આલોચના કરતાં કહ્યું કે તેમની પાસે (રાહુલની) માહિતીનો અભાવ છે. તેમણે કહ્યું કે વાયનાડના સાંસદ સરહદ પારના પ્રોપગેંડાના આધાર પર વાતો કરી રહ્યા છે. મલિકે રાહુલને આપેલ કાશ્મીર આવવાનું નિમંત્રણ પાછું ખેંચી લીધું. આપને જણાવી દઇએ કે રાજ્યપાલે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર રાહુલ ગાંધીના નિવેદન પર આપત્તિ વ્યકત કરી હતી અને કહ્યું હતું કે તેઓ રાહુલ માટે વિમાન મોકલશે જેથી કરીને સ્થિતિની ભાળ મેળવી શકે અને ત્યાં બોલે. તેના પર રાહુલ ગાંધીએ તેમને કહ્યું કે મને ખાસ વિમાન નથી જોઇતું. ફરવાની આઝાદીની જરૂર છે. તેમણે કહ્યું હતું કે તેઓ વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળની સાથે આવશે.

મલિકે પાછું લઇ લીધું નિમંત્રણ

મલિકે કહ્યું કે મેં તેમને અહીં આવવાની અને સ્થિતિની જાતે ભાળ મેળવવા માટે કહ્યું હતું. પરંતુ તેમણે અહીં આવવામાં શરતો સામે મૂકી દીધી. તેઓ પ્રતિનિધિમંડળની સાથે આવવા માંગે છે, પછી તેમને કસ્ટડીમાં લીધેલા નેતાઓને પણ મળવું છે. આ કેવી રીતે શકય છે? મેં તેમને આ શરતો પર બોલાવ્યો નહોતા. આથી નિમંત્રણ પાછું લઇ લઉ છું. તેમણે કહ્યું કે ગયા સપ્તાહે 10 ટીની ચેનલ અહીં પહોંચી છે અને રાહુલે તેમની સાથે વાત કરીને સ્થિતિની ભાળ મેળવવી જોઇએ અને માહિતી વધારવી જોઇએ.

આ વીડિયો પણ જુઓ : જન્નતમાં જય હિન્દ – સ્પેશ્યલ રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન