આદિત્ય નારાયણના રિસેપ્શનમાં ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, ફેન્સે વીડિયો જોઈ વધાવી લીધો!
આદિત્ય નારાયણ(Aditya Narayan) અને શ્વેતા અગ્રવાલ(Shweta Aggarwal)ના રિસેપ્શનમાં ટીવીના ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. તેમજ બધાએ ધુમ ડાન્સ કર્યો હત અને હવે એના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. પરંતુ ખાસ વાત એ છે કે ગોવિંદા(Govinda)એ પણ આ ઈવેન્ટમાં ડાન્સ કર્યો હતો અને હવે એનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ગોવિંદાનો આ ડાન્સ ખુબ જોવામાં આવી રહ્યો છે જેમાં તે યુપી બિહાર લેલે ગીત પર જબરદસ્ત ડાન્સ કરી રહ્યો છે.
આદિત્ય નારાયણ(Aditya Narayan) પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. ગોવિંદા પોતાની સાથે આદિત્યને પણ સ્ટેજ પર ખેંચી લાવે છે અને ત્યારબાદ તેની પત્ની શ્વેતા(Shweta Aggarwal) સાથે તે જબરદસ્ત ડાન્સ કરે છે. આ વીડિયોને ગોવિંદાના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને જેમાં ફેન્સ ગોવિંદાના વખાણ કરી રહ્યાં છે. તો જુઓ અહીં આ સરસ વીડિયો….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન