govinda Talk about citizenship amendment act in madhya pradesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગામના છેડે ગોવિંદાએ CAA પર મોઢું ખોલ્યું, મારે કંઈ નથી બોલવું એમ કહીને ટોન મારી દીધો

ગામના છેડે ગોવિંદાએ CAA પર મોઢું ખોલ્યું, મારે કંઈ નથી બોલવું એમ કહીને ટોન મારી દીધો

 | 12:17 pm IST

ગોવિંદા એક્ટિંગ સિવાય પોતાની વાત રાખવા માટે વખણાઈ છે. મંગળાવારે તે એક મેળામાં પહોંચ્યો હતો. ત્યાં તેણે ડાન્સ પણ કર્યો અને ખુબ મસ્તી કરી. સાથે સાથે તેણે CAA વિશે પણ પોતાનો મત રજુ કર્યો હતો. પહેલા તો ગોવિંદાએ CAA વિશે કંઈ જ બોલવાની ના પાડી દીધી અને પ્રશ્નને અવગણી નાખ્યો. તેણે કહ્યું કે, હું કંઈ જ નહીં બોલું, હું રાજનીતિ છોડી ચૂક્યો છું. હું કઈ બોલીશ તો એવું જ થશે કે ‘તુજકો મિર્ચી લગી તો મે ક્યા કરુ’

ઈન્દોરમાં થનાર આઈફા એવોર્ડ માટે ગોવિંદાએ કહ્યું કે, મધ્યપ્રદેશ હિન્દુસ્તાનનું દિલ છે અને ફિલ્મ એ દિલથી નીકળેલી એક અવાજ છે. કે જે પુરી દુનિયા સુધી પહોંચે છે. હું ભગવાનને પ્રાર્થના કરુ કે એ પુરી રીતે સફળ રહે. નર્મદા મૈયાના આશીર્વાદ હંમેશા એમના પર રહે.

આગળ વાત કરતાં ગોવિંદાએ કહ્યું કે, મને એવું જાણવા મળ્યું છે કે, ખરગોન સ્વચ્છતામાં બીજા નંબર પર છે. જો કે હું સમજુ છું કે પહેલા બીજા જેવું કશું હોતું નથી. ઉલ્લેખનીય છે કે, મેળામાં ગોવિંદાને જોવા માટે 2 લાખ લોકો આવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: ગાંધીનગરમાં સાચા આદિવાસીઓના ધરણાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન