ટ્રિપલ તલાક બિલ પાસ કરાવવા સરકાર પાસે છે આ વિકલ્પો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ટ્રિપલ તલાક બિલ પાસ કરાવવા સરકાર પાસે છે આ વિકલ્પો

ટ્રિપલ તલાક બિલ પાસ કરાવવા સરકાર પાસે છે આ વિકલ્પો

 | 5:57 pm IST

સરકારે સંસદના શીયાળુસત્રમાં ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ ન કરાવી શકી. આ બિલ લોકસભામાં પાસ થઈ ચુક્યું છે. રાજ્યસભામાં બિલ અટવાઈ પડ્યાં બાદ સરકાર પાસે તેને કાયદો બનાવવાના ખુબ જ મર્યાદિત વિકલ્પ રહી ગયાં છે. હવે સરકાર કયો વિકલ્પ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે. પરંતુ આ મામલે કેટલાક નિષ્ણાંતોએ પોતાપોતાના મત વ્યક્ત કર્યાં છે.

આ બાબતે રાજ્યસભાના ભૂતપૂર્વ મહાસચિવ વી કે અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે સરકાર પાસે એક જ વિકલ્પ છે કે તે આ મામલે અધ્યાદેશ લાવે. જોકે આમ કરવું સદનનું અપમાન કરવા બરાબર ગણાશે. સામાન્ય રીતે અધ્યાદેશ ત્યારે જ લાવી શકે જ્યારે સત્ર ન ચાલી રહ્યું હોય અને સદનમાં બિલને રજુ જ ન કરવામાં આવ્યું હોય. જોકે ભૂતકાળમાં એવા કેટલાક ઉદાહરણ છે કે બિલને સદનમાં રજુ કરવામાં આવ્યું હોય પરંતુ તે પાસ ન થઈ શકવાની સ્થિતિમાં અધ્યાદેશ લાવવામાં આવ્યો હોય.

અગ્નિહોત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર આ બિલને સિલેક્ટ કમિટી પાસે પણ મોકલી શકી હોત. એવા પણ ઉદાહરણ છે કે સિલેક્ટ કમિટીએ માત્ર એક જ સપ્તાહમાં પોતાનો અહેવાલ રજુ કરી દીધો હોય. આમ પણ ટ્રિપલ તલાક છ-સાત ઉપબંધ વાળું બિલ છે. તેમણે કહ્યું હતું કે, સરકાર પાસે એક વિકલ્પ એ પણ હતો કે વિપક્ષની માંગણી પર પોતે જ શંસોધન લાવી હોત. સરકાર આ બિલ રાજ્યસભામાં લાવી ચુકી છે અને જ્યાં સુધી ઉચ્ચ સદનમાં રદ્દ ના કરે, સરકાર આ મુદ્દે બંને સદનોની સંયુક્ત બેઠક બોલાવી તેને પાસ ન કરાવી શકે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય વિવેક તનખાનું પણ માનવું છે કે આ વિષે અધ્યાદેશ લાવવા માટે કાનૂની રીતે સરકાર બાધ્ય નથી. જોકે પરંપરા રહી છે કે સંસદમાં પડતર બિલ પર અધ્યાદેશ ન લાવવામાં આવે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ રાજ્યસભામાં કહ્યું હતું કે સરકાર આ બિલને એટલા માટે પાસ કરાવવા માંગે છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, આ મામલે આગામી છ મહિનાના સમયગાળામાં સંસદની અંદર કાયદો બનાવવામાં આવે.

આ વિષે તનખાએ કહ્યું હ્તું કે, સુપ્રીમ કોર્ટે 6 મહિનાની અંદર કાયદો બનાવવાને લઈને જે આદેશ આપ્યો હતો, તે અલ્પમતનો દ્રષ્ટિકોણ છે. બહુમતિ દ્રષ્ટિકોણનો તેમાં કોઈ જ ઉલ્લેખ નથી. કોંગ્રેસનું માનવું છે કે આ મામલે ઉતાવળ કરવાની જરૂર નથી કારણ કે સુપ્રીમ કોર્ટે એક જ વખતમાં ત્રણ તલાક પર જે પ્રતિબંધ લગાવ્યો છે, તે પોતે જ એક કાયદો બની ચુક્યો છે. ન્યાયાધીશનો નિર્ણય પોતે જ એક કાયદો બને છે. બિલ તો તેને માત્ર સંહિંતાબદ્ધ કરે છે.

તનખાએ કહ્યું હતું કે, વિવાદ નિર્ણયને લઈને નથી પરંતુ સરકાર દ્વારા આ બિલમાં જે જોગવાઓ જોડવામાં આવી છે તેને લઈને છે. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, તે પોતાના રાજનૈતિક લાભ માટે ટ્રિપલ તલાકનું અપરાધિકરણ કરી રહ્યું છે. લગ્ન સંબંધી કેસ ફોજદારી ગુના નથી હોતા. સરકારે ઉતાવળમાં આ બિલ પાસ કરાવવા વિપક્ષની સિલેક્ટ કમિટી સમસ મોકલવાની માંગણી ઠુકરાવી. આ બિલ સંસદના આગામી સત્ર સુધી પાસ નહીં થઈ શકે.

રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યએ કહ્યું હતું કે, જો સિલેક્ટ કમિટીની વાત સ્વિકારી લેવામાં આવી હોત તો પણ બિલ આગામી સત્રમાં જ પસાર થઈ શક્યું હોત. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં એક વારમાં ત્રણ તલાક કે તલાક-એ-બિદ્દતને ગેરકાયદેસર જાહેર કરતા સરકારને તેને અટકાવવા કાયદો બનાવવા કહેવામાં આવ્યું છે. રાજ્યસભામાં આ મુદ્દે જોરદાર ચર્ચા થઈ અને કોંગ્રેસ સહિત અનેક વિરોધી રાજકીય પક્ષો તેને સિલેક્ટ કમિટીમાં મોકલવા પર અડગ રહ્યાં.