દવાના વેપારમાં સરકારે કસ્યો પંજો, એક્સપાયર્ડ થઈ ગયેલી દવા વેચવાથી થશે લાખોનો દંડ - Sandesh
  • Home
  • Business
  • દવાના વેપારમાં સરકારે કસ્યો પંજો, એક્સપાયર્ડ થઈ ગયેલી દવા વેચવાથી થશે લાખોનો દંડ

દવાના વેપારમાં સરકારે કસ્યો પંજો, એક્સપાયર્ડ થઈ ગયેલી દવા વેચવાથી થશે લાખોનો દંડ

 | 3:19 pm IST

કેન્દ્ર સરકાર હવે દવાના વેપારીઓ પર ગાળીયો કસ્યો છે. જો કોઈ દુકાનદાર એક પણ એક્સપાયરી ડેટ વિતાવી ચૂકેલી દવા વેચશે તો તેને મોટો દંડ ચૂકવવો પડશે. આ દંડ જે તે દવા પૂરતો જ નહિં પણ આખા બેચ માટે કરવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં જ દવા કાયદામાં ફેરફાર લાવી રહી છે. જે અંતર્ગત વેપારીઓને ચોક્કસ સંજોગોમાં દંડની જગવાઈ કરવામાં આવી રહી છે.

આ બદલાવ પછી બેંચમાં બનતી લાખો દવાઓની એમઆરપી પર દંડ લગાવવામાં આવશે. ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટમાં આ જોગવાઈઓ શામેલ કરવાનો પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન(સીડીએસસીઓ)એ આ પ્રસ્તાવ મંજૂર કરી લીધો છે. તેના પર મંજૂરીનની આખરી મહોર મારવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયમાં મોકલી દેવામાં આવ્યો છે.

નવી જોગવાઈઓ અનુસાર હવે એક્સપાયરી ડેટ વીતી ચૂકેલી દવાના વેચાણ પર મસમોટો દંડ તો લાગશે જ તે ઉપરાંત દવાની ક્વાલિટીમાં જો છેડછાડ કરવામમાં આવે તો તેના માટે પણ આજ નિયમ લાગૂ થતાં આખાયે બેચ પર દંડ કરવામાં આવશે. દવાની ક્વાલિટી, ભેળસેળ, દવાની ટીકડીઓની હાલત જો ખાસ્તા જોવા મળે તો તેના પર , દવાની બોટલ બરોબર સીલ પેક ન હોય તો તેના પર કંપનીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે.
 
દવાઓની તપાસ માટે 48 પેરામીટર પર દવાની તપાસ થશે. વર્તમાન વ્યવસ્થામાં દવામાં ભેળસેળ કે ખરાબ થવાના સંજોગોમમાં ડ્રગ ઈન્સ્પેક્ટરના અહેવાલનને આધારે કાર્યવાહીની જોગવાઈ છે.

આ પહેલાં ખરાબ દવા કે પછી ઉપકરણોના વેચાણ પર કંપનીઓ પર કોઈ પ્રકારની જવાબદારી સુનિશ્રિત કરવામાં આવી નહોતી. અનેક વાર આવી દવાઓના વિતરણ થકી લોકોએ જીવ ગુમાવ્યા હોવાના કિસ્સા નોંધાયા છે. જેને પગલે હવે કડક રવૈયો અપનાવતા સીડીએસસીઓએ 1940માં બનનેલા ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટમાં બદલાવ કરવાનો સરકારને સુઝાવ આપ્યો છે.

જો કોઈ દવાના ઉપયોગને લીધે દર્દીને નકારાત્મક અસર થઈ તો તેનું વળતર પણ દેવું પડશે. એટલે કે કોઈ સંજોગોમાં સ્ટાન્ડર્ડ પ્રકારની દવાઓ ન દેવામાં આવે તેને લીધે દર્દીને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તેનું વળતર ચૂકવવું પડશે. આ  કાયદો સર્જરીમાં વપરાશમાં લેવાતા ઉપકરણો પર લાગૂ પડશે. તે સ્ટાન્ડર્ડ પ્રકારના હોય અને તેના લીધે દર્દીને કશું નુકસાન થાય તો તે પેટે પણ વળતર ચૂકવવું પડશે.

સીડીએસઓએ સરકારને મોકલેલા પ્રસ્તાવમાં સૌ પ્રથમ દર્દીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સરકાર માટે પણ આ પહેલી પ્રાથમિકતા છે. જેવવી ખબર પડે કે સંબંધિત દવા કે ઉપકરણ ખરાબ છે તો તેને તરત જ માર્કેટમાંથી હટાવી લેવામાં આવશે. સરકારના પગલાથી દવા ઉદ્યોગમાં વધું ટ્રાન્સપરન્સી આવશે.