સરકારે લોન્ચ કર્યો બાયોડિગ્રેડિબલ સેનિટરી નેપકિન, કિંમત માત્ર રૂ. 2.50 - Sandesh
  • Home
  • India
  • સરકારે લોન્ચ કર્યો બાયોડિગ્રેડિબલ સેનિટરી નેપકિન, કિંમત માત્ર રૂ. 2.50

સરકારે લોન્ચ કર્યો બાયોડિગ્રેડિબલ સેનિટરી નેપકિન, કિંમત માત્ર રૂ. 2.50

 | 8:12 pm IST

“પેડ મેન” ફિલ્મની લોકપ્રિયતા પછી કેન્દ્ર સરકારે દેશની મહિલા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક અનોખી ભેટ આપી છે. સરકારે ગુરૂવારે બાયોડિગ્રેડિબલ સેનિટરી નેપકિન લોન્ચ કર્યો છે. જેને રૂ.2.50માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષોધિ કેન્દ્રો પરથી ખરીદી શકાશે. સેનિટરી નેપકિનના એક પેકમાં 4 પેડ હશે અને જેથી તેની કિંમત રૂ. 10 હશે.

કેન્દ્રીય મંત્રી અનંત કુમારે કહ્યું કે, 28 મે 2018ના આંતરરાષ્ટ્રીય માસિક ધર્મ સ્વચ્છતા દિવસથી દેશના તમામ જન-ઔષોધિ કેન્દ્રો પર આ નેપકીનનું વેચાણ શરૂ થઈ જશે. તેમજ તેમણે કહ્યું કે, રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ આવનાર ફાર્માશૂટકલ વિભાગ “સુવિધા” નામંક સેનિટરી નેપકીન લોન્ચ કરવા જઈ રહ્યું છે.

આ સાથે જ મંત્રીએ કહ્યું કે, બજારમાં મળતાં 4 સેનિટરી નેપકીનની સરેરાશ કિંમત રૂ.32 છે, જે જોતાં સરકારે આટલાં જ ઓક્સો-બાયોડિગ્રેડિબલ પેડનું રૂ.10માં વેચાણ કરશે. આ નેપકિન ભારતની મહિલાઓને સ્વચ્છતા, સ્વસ્થ્ય અને સુવિધા પુરી પાડશે. આ નેપકિનની ખાસિયત એ છે કે ભારતીય બજારમાં ઉપલબ્ધ નેપકિન નોન બાયોડિગ્રેડેબલ છે જ્યારે આ નેપકિન બાયોડિગ્રેડેબલ હશે.

અનંત કુમારે સાથે જ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દેશની તમામ મહિલાઓ માટે આ એક ખાસ ભેટ છે કારણ કે, આ એક અનોખું ઉત્પાદનની સાથે સસ્તાં ભાવમાં અને સ્વાસ્થય માટે લાભદાયક છે અને તેનો સરળ રીતે નીકાલ પણ થઈ શકશે.

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થય સર્વે 2015-16 અનુસાર 15 થી 24 વર્ષ સુધીની 58 ટકા મહિલાઓ સ્થાનીક સ્તર પર તૈયાર નેપકીન, સેનિટરી નેપકીન અને રૂના કાપડનો ઉપયોગ કરે છે. શહેરની 78 ટકા મહિલાઓ માસિક દરમિયાન સુરક્ષા માટે સ્વસ્થ પધ્ધતિ સ્વીકારે છે. જ્યારે ગ્રામ્ય સ્તર પર આ અંક માત્ર 48 ટકા જ છે. જેને કારણે સરકારે તેના માટે વિચાર હેઠળ આ નવતર માર્ગ શોધ્યો છે.