Govt Mandates Register drones by January 31 or face action
  • Home
  • Featured
  • ડ્રોન રાખનારાઓ માટે મહત્વના સમાચાર, કેન્દ્ર સરકારે દેખાડી લાલ આંખ

ડ્રોન રાખનારાઓ માટે મહત્વના સમાચાર, કેન્દ્ર સરકારે દેખાડી લાલ આંખ

 | 11:32 am IST

ડ્રોન રાખવા અને ઉડાવનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે તમામ લોકોને કહ્યું છે કે તેઓ જાતે જ 31 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી લે. જો તેઓ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો 31મી જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેમની વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડ અને વિમાન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોનનું રજીસ્ટ્રેશન 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ઈરાન પર ડ્રોન હુમલા બાદથી ઉડ્ડયન મંત્રાલયે આ પગલું ભર્યું છે. મંત્રાલય તરફથી આ સંદર્ભમાં એક જાહેર નોટિસ પણ રજૂ કરાઇ છે.

મંત્રાલયનું કહેવું છે કે સરકારની જાણમાં આવ્યું છે કે કેટલાક ડ્રોન અને ડ્રોન સંચાલક છે જેઓ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR)ના માપદંડોને પૂરા કરતા નથી. સિવિલ ડ્રોન અને ડ્રોન સંચાલકોની ઓળખ કરવા માટે સ્વૈચ્છિક જાહેરાતની તક આપવામાં આવી રહી છે. ડ્રોન રાખનારા દરેક વ્યક્તિને 31મી જાન્યુઆરી, 2020 સુધી ઑનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

મંજૂરી વગર ડ્રોન ઉડાવવું ગેરકાયદેસર

ડ્રોન માટે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ ઑગસ્ટ 2018માં CAR લાગુ કર્યો હતો. તે હેઠળ ડ્રોન માલિકોને ડ્રોન માટે એક યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર (UIN) લેવાનું હોય છે. સાથે જ પરમિટ અને અન્ય મંજૂરીઓની વ્યવસ્થા પણ તેમાં કરવામાં આવી છે. મંજૂરી વગર ડ્રોન ઉડાવવું ગેરકાયદેરસ છે.

આ વીડિયો પણ જુઓ – ઉત્તરાયણ 2020ને ખાસ બનાવવા માટે મ્યુઝિકની મસ્તી તો જોઈએ જ જોઈએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન