હવેથી એડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટ નહીં ચાલે, ટુંક સમયમાં આવશે નવી ડિઝાઈન - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • હવેથી એડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટ નહીં ચાલે, ટુંક સમયમાં આવશે નવી ડિઝાઈન

હવેથી એડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટ નહીં ચાલે, ટુંક સમયમાં આવશે નવી ડિઝાઈન

 | 7:31 pm IST

ભારતીય નાગરિકના એડ્રેસ પ્રુફ (રહેઠાણનાં પુરાવા) તરીકે પાસપોર્ટ સૌથી મોટો માન્ય પુરાવો માનવામાં આવતો હતો. પરંતુ હવેથી પાસપોર્ટ એડ્રેસ પ્રુફ નહીં રહે. વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવેલી જાહેરાત અનુંસાર હવેથી પાસોપોર્ટનું છેલ્લું પાનું પ્રિન્ટ નહીં કરવામાં આવે. ભારતીય પાસપોર્ટના છેલ્લા પાને નામ, પિતા કે કાયદાકીય પરિજનોનું નામ, માતાનું નામ, પત્નીનું નામ અને રહેઠાણ છપાયેલું હોય છે.

આ નિર્ણય વિદેશ મંત્રાલય અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિના અહેવાલ બાદ લેવામાં આવ્યો છે. પાસપોર્ટમાં પિતાનું નામ હટાવી શકાય કે કેમ તે બાબતની પણ સમિતિએ સમીક્ષા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે સમિતિના અહેવાલને સ્વિકારી લેવામાં આવ્યો છે. હવેથી નવા પાસપોર્ટમાં છેલ્લુ પાનું ખાલી રાખવામાં આવશે. જોકે વ્યક્તિની તમામ જાણકારી વિદેશ મંત્રાલયની સિસ્ટમમાં જમા જ રહેશે. માટે સરકારી સ્તર પર કોઈ જ ફરક નહીં પડે.

પ્રવક્તાએ કહ્યું હતું કે, હવેથી પાસપોર્ટનું અંતિમ પાનું પ્રિંટ નહીં થાય. ઈસીઆર (ઈમિગ્રેશન ચેક રિક્વાયર્ડ) સ્ટેટર ધરાવતા પાસપોર્ટ ધારકો માટે નારંગી રંગનો જેકેટ વાળો પાસપોર્ટ આપવામાં આવશે. જ્યારે નોન ઈસીઆર સ્ટેટસ ધરાવનારાઓને હાલ જે છે તે પ્રકારનો જ પાસપોર્ટ આપવામાં આવશે.

વર્તમાન સમયમાં ત્રણ રંગના પાસપોર્ટ આપવામાં આવે છે. સરકારી અધિકારીઓને સફેદ રંગનો, જ્યારે રાજનેતાઓને લાલ અને દેશના સામાન્ય નાગરિકને વાદળી રંગનો પાસપોર્ટ અપાય છે.

નવા પાસપોર્ટની ડિઝાઈન નાસિક ખાતે આવેલી ઈન્ડિયન સિક્યોરિટી પ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે.