ડ્રાઈવિંગ લાઇસન્સને કરવું પડી શકે છે આધાર સાથે લિંક !!! - Sandesh
  • Home
  • Featured
  • ડ્રાઈવિંગ લાઇસન્સને કરવું પડી શકે છે આધાર સાથે લિંક !!!

ડ્રાઈવિંગ લાઇસન્સને કરવું પડી શકે છે આધાર સાથે લિંક !!!

 | 10:30 pm IST

સમગ્ર દેશમાં એક જ ઓળખ કાર્ડ તરફ મોદી સરકાર આગળ વધી રહી છે જેમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સને પણ આધાર સાથે જોડવાની તૈયારી કરી રહી છે. આધારની કાનૂની માન્યતાને લઈને ઉઠતા સવાલો વચ્ચે કેન્દ્ર સરકાર હજી સવાલો ઉઠવાના ઓછા થયા નથી ત્યાં નવો વિચાર આપતાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદે દેહરાદૂનમાં કહ્યું કે, તેમણે આ વિશે રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે વાત કરી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ડ્રાઇવિંગ લાઇસન્સને આધારની સાથે જોડવાથી રોડ અકસ્માતમાં ભાગી જનારાને પકડી શકાશે. આ સાથે દારૂ પીને વાહન ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી શકાશે. તેમણે કહ્યું કે, કોઇ વ્યક્તિ પોતાનું નામ બદલી શકે છે પરંતુ ફિંગરપ્રિન્ટ બદલી શકતો નથી.

ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં પણ કાયદા પ્રધાને કહ્યું હતું કે, સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર સાથે જોડવા પર વિચાર કરી રહી છે. માર્ચમાં સુપ્રીમ કોર્ટે કલ્યાણકારી યોજનાઓ સાથે આધારને લિંક કરવાની સમય સીમા અનિશ્ચિતકાળ સુધી વધારવાનો આદેશ આપ્યો હતો. કોર્ટની સામે આધારની કાયદાકીય માન્યતાને પડકારતી ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી ચાલી રહી છે.

સરકારે પણ કહ્યું હતું કે, આધાર કાર્ડને મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ સહિત અન્ય સરકારી યોજનાઓમાં લિંક કરવું ફરજીયાત છે, પરંતુ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવવા માટે આધારની ગેરહાજરીમાં અન્ય કોઇ ઓળખપત્રનો ઉપયોગ કરી શકાય છે. આ સ્થિતિમાં તમે વોટર આઈડી કાર્ડ સહિત અન્ય દસ્તાવેજ દેખાડી શકો છો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આધાર ન હોવાને કારણે કોઈને પણ સામાજિક સુરક્ષાની યોજનાઓથી વંચિત રાખી શકાય નહીં.

મોદી સરકારે જૂન 2017માં નવો નિયમ લાવીને કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને ફરજીયાત કર્યું હતું. બેન્ક ખાતા સાથે આધાર જોડવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ આ તારીખને 31 માર્ચ સુધી વધારવામાં આવી હતી.