દર 3-4 વર્ષે બદલાઈ જશે 500 અને 2000 રૂપિયાની નોટ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • દર 3-4 વર્ષે બદલાઈ જશે 500 અને 2000 રૂપિયાની નોટ!

દર 3-4 વર્ષે બદલાઈ જશે 500 અને 2000 રૂપિયાની નોટ!

 | 3:43 pm IST

સરકાર નકલી નોટોની સમસ્યા પર નકેલ કસવા માટે 500 અને 2000 રૂપિયાની બેન્ક નોટોનો સુરક્ષા ફિચરમાં દર 3-4 વર્ષે ફેરફાર કરવાનું વિચારી રહી છે. નોટબંધી બાદ ગત ચાર મહિનામાં જે ભારી માત્રામાં નકલી નોટો પકડાઈ તેના પગલે આ પ્રકારે વિચારણા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ મુદ્દે ગુરુવારે રાજધાની દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચા થઈ હતી.

બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિ સહિત નાણા અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ પગલાંનું સમર્થન કરતા ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે મોટાભાગના વિક્સીત દેશો પોતાની ચલણી નોટોના સુરક્ષા ફિચર દર 3-4 વર્ષે બદલતા રહે છે. ભારત માટે પણ આ નીતિનું પાલન કરવું જરૂરી છે. ભારતીય નોટોની ડિઝાઈનમાં ફેરફાર લાંબા સમયથી પેન્ડિંગ છે.

અત્રે જણાવવાનું કે વર્ષ 2000માં 1000 રૂપિયાની નોટ રજુ કરવામાં આવી હતી. ત્યારબાદથી નોટબંધી સુધી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહતો. આ બાજુ 1987માં રજુ કરાયેલી 500 રૂપિયાની નોટમાં એક દાયકા પહેલા ફેરફાર કરાયો હતો. અધિકારીઓનું કહેવું છે કે નવી ચલણી નોટોમાં પણ વધારાના સુરક્ષા ફિચર નથી. હાલમાં જ પકડાયેલી નકલી નોટોમાં જાણવા મળ્યું છે કે 17 સુરક્ષા ફિચરમાંથી ઓછામાં ઓછા 11ની નકલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન