HDFC બેંકમાં 24 હજાર કરોડ રૂપિયાના વિદેશી સિધા રોકાણને સરકારે આપી મંજૂરી - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • HDFC બેંકમાં 24 હજાર કરોડ રૂપિયાના વિદેશી સિધા રોકાણને સરકારે આપી મંજૂરી

HDFC બેંકમાં 24 હજાર કરોડ રૂપિયાના વિદેશી સિધા રોકાણને સરકારે આપી મંજૂરી

 | 5:34 pm IST

ભારતીય બેંકિંગ સિસ્ટમને મજબૂતી આપવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાંક પગલાં અતર્ગત ખાનગી ક્ષેત્રની માંધાતા બેંક HDFCમાં વિશેષ મૂડીની આપૂર્તિ માટે 24 હજાર કરોડના સિધા વિદેશી રોકાણને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણાં પ્રધાન પીયૂષ ગોયલે આ વિશે ઘોષણા કરતા કહ્યું કે HDFC બેંકમાં આ વિદેશી રોકાણ 74 ટકાના અનિવાર્ય મર્યાદામાં જ હશે.

મંત્રીમંડળની બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આ રોકાણ છતાં વિદેશી મૂડી 74 ટકાની નિયત કરાયેલી સીમામાંજ રહેશે. વર્તમાનમાં આ બેંકમાં વિદેશી ઈક્વિટી હોલ્ડિંગ 72.64 ટકા છે. જે આ રોકાણથી વધીને 74 ટકા થઈ જશે.

ગોયલે વધુંમાં કહ્યું કે આ રીતે બેંકની મૂડીગત જરૂરિયાતની પૂર્તિ થશે અને બેંકની સ્થિતિ મજબૂત મળશે. બેંક આ મૂડીથી પોતાના નેટવર્ક, બ્રાન્ચો અને સાથે જ ડિજિટલ બેંકિંગના ક્ષેત્રમાં વિસ્તાર કરશે તેમ જણાવવામાં આવ્યું છે.  તો બીજી તરફ સરકારી બેંકો(PSU બેંકો)ની સ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. તેની પાછળનું મુખ્ય કારણ એનપીએ છે. આ નોન પરફોર્મિગ એસેટ કે જે સ્ટ્રેસ્ડ એકાઉન્ટસ બની ગયા છે તેને લીધે બેંકોને વેંઠવું પડી રહ્યું છે.