ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બાળકોના મોતની ઘટના ઉપર સરકારનો ઠંડું પાણી રેડી દેવાનો પ્રયાસ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બાળકોના મોતની ઘટના ઉપર સરકારનો ઠંડું પાણી રેડી દેવાનો પ્રયાસ

ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બાળકોના મોતની ઘટના ઉપર સરકારનો ઠંડું પાણી રેડી દેવાનો પ્રયાસ

 | 5:19 pm IST

ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં, બાળકોના મોતનો સિલસિલો ચાલી રહ્યો છે છતાં અદાણી સંચાલિત આ હોસ્પિટલમાં બાળકોના મોતને પગલે આરોગ્ય અને સ્વાસ્થ્ય કમિશ્નર જયંતી રવિએ ઠંડું પાડી રેડી દેવાની કોશિશ કરી છે. આટઆટલા બાળકોના મોત પછી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે સરકાર દ્વારા તેને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ હોસ્પિટલ દ્વારા લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ અનેક લોકોના વહાલસોયા મોતની આગોશમાં સમેટાઈ રહ્યાં છે.

કચ્છમાં ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં 20 દિવસમાં જ 26 બાળકોના મોત થયા હોવાનું બહાર આવ્યા પછી આ મામલે હોસ્પિટલ સત્તાવાળાઓએ એક બાજુ એવો દાવો કર્યો છે કે આ બાળકો કુપોષણનો શિકાર હતા. તે હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા ત્યારે જ તેમની અત્યંત નાજુક સ્થિતિ હતી. તો આ મામલે આરોગ્ય પ્રધાન જયંતી રવિએ ઠંડું પાણી રેડી દેતા કહ્યું હતું કે સરકાર દ્વારા બાળકોની સંભાળ માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ મામલે આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. જો કે હજી સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયી નથી. કે કોઈ જવાબદાર વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આ ઘટનાને ભીનું સંકેલી લેવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ બનાવને પગલે જી કે જનરલ હોસ્પિટલ વધું એકવાર વિવાદમાં આવી છે. એનઆઈસીયુ વિભાગમાં સારવાર લઈ રહેલ ૨૬ માસુમ બાળકોના મોત થયા છે. છેલ્લા ૨૦ દિવસમાં ૨૬ બાળકો સારવાર નહિ મળવાના કારણે મોતને ભેટ્યા છે. તાજા જન્મેલા નવજાત શિશુને એનઆઈસીયુ વિભાગમાં સારવાર આપવામાં આવે છે. જી કે જનરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. યોગ્ય સારવાર નહિ મળવાના કારણે ૨૬ બાળકનાં મોત થયા છે. સમગ્ર મામલે હોસ્પિટલ સંચાલકો બાળકના મોત મામલે આકડા છુપાવી રહી છે.

મોત થયેલી બાળકીના પિતા અસલમભાઈ અને અન્ય બાળકના પિતા રમેશભાઈ માતંગ જનરલ હોસ્પિટલ બાળકોના મોતને મામલે પરિવારજનોએ હોસ્પિટલ સંચાલકોને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં  અપૂરતા સ્ટાફ અને બેદરકારીનાં કારણે બાળકોના મોત થયા છે. બાળકોના પરિવાજનો મોતને મામલે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે. જવાબદાર તબીબ અને સ્ટાફ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હોસ્પિટલ સંચાલકો સમગ્ર મામલે યોગ્ય તપાસની જગ્યાએ બાળકોના મોતનાં આકડા છુપાવવાનો પ્રયાસ કરે છે.

હાલમાં એકબાજુ જી.કે. જનરલ હોસ્પિટલ સંચાલકો કહી રહ્યા છે કે દર મહીને ૨૦ બાળકોના મોત થઈ રહ્યા છે ત્યારે આ મામલે હોસ્પિટલ સત્તાવાળાઓ બાળકો કુપોષણનો શિકાર હોવાનું અને સારવાર માટે આવ્યા ત્યારે જ અતિ વિકટ સ્થિતિ ધરાવતા હોવાનું જણાવાયું છે. જીકે જનરલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવ અને સિવિલ સર્જન જીજ્ઞા દવેનું કહેવું છે કે જનરલ હોસ્પિટલ ઓછા વજન વાળા અને બીમાર બાળકો સારવાર માટે આવતા હોવાથી બાળકોના મોત થઇ રહ્યા છે. સમગ્ર મામલે સિવિલ સર્જન સારી અને યોગ્ય સારવાર મળતી હોવાનો દાવો કર્યો છે.

આજે હોસ્પિટલ સંચાલકો દ્વારા બાળકોના મોતનાં આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જીકે જનરલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૫ -૧૬૪ બાળકોના મોત, વર્ષ ૨૦૧૬ – ૧૮૪ બાળકોના મોત, વર્ષ ૨૦૧૭ – ૨૫૮ બાળકોના મોત ચાલુ વર્ષે ૧૧૧ બાળકોના મોત થયા છે. આ આંકડાઓ જ  જીકે જનરલ હોસ્પિટલમાં ૨૬ બાળકોના મોત પછી હોસ્પિટલની સારવાર લઈને અનેક સવાલો ઉભા કરે છે. જીકે જનરલ હોસ્પિટલ બાળકોના મોત આકડા સામે આવતા હોસ્પિટલ ગંભીર બેદરકારી છતી થઇ છે. ત્યારે સરકાર દ્વારા ઠંડું પાણી રેડી દેવાની કોશિશ કરવામાં આવી છે.

જીકે જનરલ હોસ્પિટલમાં મોતનું તાંડવ ખેલાયું છે. જીકે જનરલ હોસ્પિટલમાં બેદરકારીનાં કારણે ૨૦ દિવસમાં ૨૬ બાળકોના મોત થયા છે. છતાં સરકારના પેટનું પાણીએ હલતું નથી. અગાઉ પણ અનેકવાર વિવાદમાં સપડાઈ ચૂકેલી અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર નહિ મળવાના કારણે અનેક દર્દીઓના મોત થવાને કારણે તે કારણે વધું એકવાર વિવાદ આવી હતી. આમછતાં જીકે જનરલ હોસ્પિટલમાં લાપરવાહીનાં કારણે ૨૬ નવજાત શિશુનાં મોત થયા છે. ત્યારે હોસ્પિટલ સામે અનેક સવાલો ઉભા થાય છે. સરકાર દ્વારા માસુમ બાળકોમાં મોત મામલે ક્યારે અને કેવી તપાસ થશે એ હવે જોવું રહ્યું ??