ગોઝારિયામાં ગાદલાની ફેક્ટરીમાં આગ લાગી, માલસામાન બળી ગયો - Sandesh
  • Home
  • Mehsana
  • ગોઝારિયામાં ગાદલાની ફેક્ટરીમાં આગ લાગી, માલસામાન બળી ગયો

ગોઝારિયામાં ગાદલાની ફેક્ટરીમાં આગ લાગી, માલસામાન બળી ગયો

 | 2:01 am IST

મહેસાણા : મહેસાણા તાલુકાના ગોઝારિયા ખાતે આવેલી જીઆઈડીસીમાં ગાદલાં બનાવતી ફેકટરીમાં શુક્રવારે સવારે ૧૦.૦૦ વાગ્યાના સુમારે શોર્ટર્સિકટને કારણે એકાએક આગ ભભૂકી ઉઠતાં અંદરનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેમાં રૂ.૧૫ લાખના નુકશાન થયો હોવાના અહેવાલ મળે છે. લાગેલી આગને ઓલવવા માટે ઘટના સ્થળે મહેસાણા, વિજાપુર અનેવિસનગરથી ફાયર ફાઈટરો પહોંચ્યા હતા અને બપોરે ૧.૦૦ કલાકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

આ ઘટનાને પગલે મહેસાના તાલુકા વિકાસ અધિકારી દિલીપભાઈ પેશ્ચા, સર્કલ ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓનો કાફલો ગોઝારિયા પહોંચી ગયો હતો અને પરિસ્થિત ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગોઝારીયા જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર ૬૭માં પટેલ વૈભવભાઈ મહેન્દ્રભાઈની ગોદલા બનાવવાની ફેકટરી આવેલી છે જેમાં શુક્રવારે સવારે એકાએક શોર્ટર્સિકટને કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વરવું સ્વરૂપ ધારણ કરતાં ગાંદલા સહિતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.