NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં જીપીસીસીમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની મહત્ત્વની બેઠક, શું ખેલ બાપુ બગાડશે..?

અમદાવાદમાં જીપીસીસીમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની મહત્ત્વની બેઠક, શું ખેલ બાપુ બગાડશે..?

 | 4:33 pm IST

વિધાનસભા ચૂંટણી ભલે નવેમ્બરમાં આવે પણ ગુજરાતના રાજકીય જગતમાં તો ચૂંટણીને લઈને ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને કોંગ્રેસના વિધાનસભા નેતા શંકરસિંહ વાઘેલાના વલણને લઈને અફવાનું બજાર ગરમાગરમ છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે પોતાના 37 સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાવા જઇ રહ્યાં છે. બીજીબાજુ રાજ્યસભાની ત્રણ બેઠકોના સાંસદોનો આગામી ઓગસ્ટમાં કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો હોવાના અંકોડા મેળવી કેટલાક જાણકારો નવી થિયરી બજારમાં ઊતારી રહ્યાં છે. જે મુજબ શંકરસિંહ વાઘેલાએ ભાજપે ઓફર કરેલી રાજ્યપાલ પદની ઓફર ઠુકરાવીને રાજ્યસભા લડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું પણ બહાર આવી રહ્યું છે.

આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસની શુક્રવારે અમદાવાદમાં મળેલી જીપીસીસી ખાતેની બેઠકમાં રાજનીતિએ જોર પક્ડયું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને રાજ્યસભાની ખાલી થઈ રહેલી ત્રણ બેઠકો માટે રણનીતિ નક્કી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. કોંગ્રેસની આંતરિક ખેંચતાણ વચ્ચે શંકરસિંહ વાઘેલાની પડદાની ઓઠે રાજ્યસભા બેઠકનો ખેલ પાડવાની રણનીતિ હોઇ શકે છે. ગુજરાતના ત્રણ રાજ્યસભા સાંસદો અહેમદ પટેલ, સ્મૃતિ ઇરાની અને દિલીપ પંડ્યાની ખાલી પડનારી બેઠક પર ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે. ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતી નથી ત્યારે પોતાનું બળ વધારવા ભાજપ દ્વારા રાજ્યસભાની બેઠકો પોતાના ખાતે કરવાની તજવીજ ચાલી રહી છે.

કોંગ્રેસ પાસે 57 ધારાસભ્યો હોવાથી અહેમદ પટેલને ઊની આંચ આવે તેમ નથી પણ જો શંકરસિંહ વાઘેલા પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસને ગુડબાય કરી દે તો અહેમદ પટેલ માટે રાજ્યસભા બેઠક જીતવી મુશ્કેલ છે. ત્યારે પ્રેશરની રાજનીતિ અપનાવી વાઘેલાએ પોતાનું ધાર્યું કરાવવા રણનીતિ કરી હોવાનું રાજકીય સૂત્રોનું માનવું છે. વાઘેલા પોતાના 20થી વધુ સમર્થકો સાથે પણ ભાજપમાં જાય તો તેમના હાથમાં બંને હાથમાં લાડુ હોવાનું કહેવાઇ રહ્યું છે. વાઘેલાને ભાજપે જે ઓફર આપી હોવાનું સાંભળવા મળી રહ્યું છે તે પ્રમાણે રાજયપાલ પદ અને તેમના પુત્ર મહેન્દ્ર વાઘેલાને વિધાનસભા ટિકીટ ઉપરાંત પ્રધાનપદાંની ઓફર કરવામાં આવી છે. જોકે સૂત્રો પ્રમાણે વાઘેલાએ રાજ્યપાલ પદ ઓફર ઠુકરાવી સક્રિય રાજકારણમાં રહેવાનો મનસૂબો જાહેર કરી રાજ્યસભા ચૂંટણી તરફ આંગળી ચીંધી રહ્યાં છે.

 

ભરતસિંહની પ્રતિક્રિયા
જો કે આ અંગે પ્રતિક્રિયા આપતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે શંકરસિંહ વાધેલા કોંગ્રેસમાંથી નહિં જાય અને કોંગ્રેસને 2/3 બહુમતી મળશે.