GPSC Changed Education Qualification to Graduate For Account Officers and Clerks
  • Home
  • Ahmedabad
  • બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં નવો સુધારો, હવે ધો-12 પાસ નહીં, પણ આ ઉમેદવારો જ આપી શકશે

બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં નવો સુધારો, હવે ધો-12 પાસ નહીં, પણ આ ઉમેદવારો જ આપી શકશે

 | 12:38 pm IST

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબરનાં રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય કર્યો છે, તેની સાથે ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી છે. જોકે, પરીક્ષાની નવી તારીખ અંગે કંઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવા પાછળ હાલ નવો ખુલાસો કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે, શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. હવે આ પરીક્ષા ધોરણ 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ થતા આજે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓમાં જોરદાર રોષની લાગ્ણી જોવા મળી રહી છે. પરીક્ષા રદ થતા 10.45 લાખ ઉમેદવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, હવે વિદ્યાર્થીઓનો રોષ કેવી રીતે સરકાર પર ઉતારે છે તે આવનારો સમય બતાવશે. તમને જણાવીએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ઓક્ટો 2018માં જાહેરાત આપી હતી. જાહેરાતના એક વર્ષ બાદ પણ પરીક્ષાનું અણઘડ આયોજન કરવામાં આવ્યું હતું, અને છેવટે તે પણ કેન્સલ થઇ હતી.

રાજ્ય સરકારે શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરીને ધોરણ-12 પછી સ્નાતક કક્ષાનો અભ્યાસ હશે તો જ વિદ્યાર્થીઓ આપી શકે છે, આ સુધારા સાથે ધોરણ-12 પાસની લાયકાત ધરાવતાં ઘણાં અરજકર્તાઓની અરજી રદ્દ થવાં પાત્ર પણ ઠરે તેમ છે.

રાજ્ય સરકારે પરીક્ષાની જાહેરાત બહાર પડ્યાને એક વર્ષ થઇ ગયું છે, અને હવે સરકારના નિયમના ફેરફારથી ઉમેદવારોને અનિશ્ચિતતા સતાવી છે કે તેઓ અરજી કર્યાં બાદ પણ ભરતીને લાયક રહેશે કે નહીં.

ગૌણ સેવા પસંદગી બોર્ડ બાદ હવે GPSCની પરીક્ષા પદ્ધતિ સામે સવાલ ઉઠ્યા છે. GPSCએ હિસાબી અધિકારી વર્ગ-2ની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરી નાખ્યો છે. હવે શૈક્ષણિક લાયકાત બદલાતા અનેક ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.

તમને જણાવી દઇએ કે, 2016માં B.A., B.Sc., BCA, B.B.Aની માન્ય લાયકાત 2019માં બદલી નાખી છે. હવે 2019ની ભરતીમાં માત્ર CA, ICWA, MBA, CSની લાયકાત જ માન્ય રખાઈ છે. વર્ષોથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો સાથે અન્યાયનો આરોપ લાગી રહ્યો છે.

આ સાથે જ હિસાબી વર્ગ-2ની સંભવિત પ્રિલીમ પરીક્ષા 5 જાન્યુ.-2020માં લેવાનો નિર્ણય કર્યો છે, સાથે 40 જગ્યાની ભરતી માટે 19 હજારથી વધુ પરીક્ષા ફોર્મ ભરાયા છે.

આ પણ જુઓ વીડિયો: ધોરણ 10ની પરીક્ષામાં હવે એમસીક્યુ નહી પૂછાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન