GPSC Examinations will be Postponed due to Reservation at Gujarat
  • Home
  • Ahmedabad
  • અનામતની અસર: GPSCની પરીક્ષા મોકુફ, તારીખો ફરી જાહેર કરાશે

અનામતની અસર: GPSCની પરીક્ષા મોકુફ, તારીખો ફરી જાહેર કરાશે

 | 8:58 pm IST

14 જાન્યુઆરીથી આર્થિક રીતે નબળા સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત બાદ 20 જાન્યુઆરી પછી સરકારી ભરતી માટે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. 20 જાન્યુઆરી પછી લેવાનારી GPSCની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને પરીક્ષાઓ મોકૂફની માહિતી જાહેરાત કરી છે. જાહેરાત મુજબ હવે પછીની સરકારી ભરતીમાં 10 ટકા આર્થિક અનામત અમલી બનશે.

રાષ્ટ્રપતિની મોહર બાદ દેશભરમાં સવર્ણોને 10 ટકા અનામત કાયદો બની ગયો છે, નવા નિયમને લાગુ કરવામાં ગુજરાત સૌપ્રથમ છે, એવામાં અનામતની અસર રાજ્યમાં થઇ રહેલી ભરતીઓમાં થઇ છે. 10 ટકા અનામતને કારણે GPSCના પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર થશે.

GPSCના ચેરમેન દિવેશ દાસાએ ટ્વીટ કર્યું કે 10 ટકા અનામત કારણે GPSCના પ્રોગ્રામમાં ફેરફાર થયો છે. આવનારી 20મી જાન્યુઆરીએ GPSCની પરીક્ષા યોજાનાર હતી, જે હાલ મોકુફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન