grandma played grandma again in navratri video viral on media
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘દાદી તેરા સ્વેગ કમાલ કર ગયા’ સોશિયલ મીડિયાની રાણીનો ગરબે ઘૂમતો બીજો VIDEO વાયરલ

‘દાદી તેરા સ્વેગ કમાલ કર ગયા’ સોશિયલ મીડિયાની રાણીનો ગરબે ઘૂમતો બીજો VIDEO વાયરલ

 | 11:30 am IST

હાલમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ વધી રહ્યો છે. એવામાં મુંબઇમાં એક નવરાત્રી મહોત્સવમાં  એક દાદીમાંનો વીડિયો વાયરલ થયો છે. આ પહેલા પણ આ દાદીમાંનો ગરબા લેતો વીડિયો વાયરલ થયો હતો ત્યારે ફરીથી દાદીમાનો બીજો વીડિયો વાયરલ થયો છે. દાદીમાંની આ ઉંમરે સ્ફુર્તિ જોઈને સૌ કોઈ હેરાન છે.

લગભગ 70 વર્ષથી પણ બધુ ઉંમરના એક દાદીમાં શાનદાર સ્ટેપ સાથે ગરબે ઘૂમી રહ્યા છે અને આજુબાજુના લોકો આંખો ફાડી ફાડીને દાદીમાંને જોઈ રહ્યા છે. બધાને નવાઈ લાગે છે કે આ ઉંમરે દાદીમાં કંઈ રીતે આટલી એનર્જી અને સ્ફુર્તિ સાથે ગરબે રમી શકે.

ઈન્ટરનેટ પર અને સોશિયલ મીડિયામાં દેવેશ મીરચંદાની નામના વ્યક્તિએ લીધોલો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ દાદીમાંને જોઈને હરખાય રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે. તો જુઓ તમે પણ દાદીમાનો પાર્ટ-2 વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન