Grandma's dance video goes viral on social media
  • Home
  • Featured
  • 93 વર્ષના દાદીનો ડાન્સ વીડિયો જોઈ લોકો હરખાઈ ગયા, જોઈને તમને પણ નાચવાનું મન થશે!

93 વર્ષના દાદીનો ડાન્સ વીડિયો જોઈ લોકો હરખાઈ ગયા, જોઈને તમને પણ નાચવાનું મન થશે!

 | 9:54 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક 93 વર્ષના દાદી ડાન્સ કરાતાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો આ ઉંમરે આવું સાહસ કરનાર દાદીને જોઈ હરખાયા છે અને આ કળાને વધાવી રહ્યા છે. ગૌરવ સાહા નામના યુઝરે ફેસબુક પર તેની દાદીના 93માં જન્મદિવસનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દાદી ફિલ્મ ‘સિમ્બા’ ના ‘આંખ મારે’ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયો લાખો લોકોએ જોઈ નાંખ્યો છે અને હજુ પણ શેર કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન