Green Card for fee, Proposes American govt new bill
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગ્રીનકાર્ડ મેળવવાની અમેરિકાએ આપી ખાસ તક, સુપરફી ભરો અને ઝડપથી મેળવો

ગ્રીનકાર્ડ મેળવવાની અમેરિકાએ આપી ખાસ તક, સુપરફી ભરો અને ઝડપથી મેળવો

 | 7:30 am IST
  • Share

જો તમે અમેરિકાનું ગ્રીનકાર્ડ એટલે કે પરમેનન્ટ વિઝા મેળવવા માંગો છો તો ત્યાંની સરકારે આના માટે એક મોટી તક આપવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં અમેરિકા ટૂંક સમયમાં એક સુપર ફી લઇને ગ્રીનકાર્ડ મેળવવાનું સપનું જોતાં લોકોને ખુશ કરી શકે છે. યુએસ હાઉસ જ્યૂડિશિયરી કમિટીએ રિકોન્સિલિયેશન બિલ પણ ઈશ્યૂ કર્યું છે. જો કે હજુ આ બિલ ફાઇનલ થયું નથી. તેના પર ચર્ચા થવાની બાકી છે. આ સુવિધાના કારણે ગ્રીનકાર્ડ મેળવવા તમારે લાંબી લાઇનમાં રાહ જોવી નહીં પડે. તમારે ૫૦૦૦ ડોલર એટલે કે લગભગ રૃ. ૩.૬૭ લાખની સુપર ફી ભરી દેવાની અને તમારી ગ્રીનકાર્ડની પ્રક્રિયા સુપર ફાસ્ટ થઇ જશે. નોંધનીય છે કે અમેરિકા દર વર્ષે ૧.૪૦ લાખ લોકોને રોજગાર માટે ગ્રીનકાર્ડ ઈશ્યૂ કરે છે.

ભારત માટેની નિર્ધારિત મર્યાદામાં વધારો નહીં થાય

વર્તમાનમાં અમેરિકાએ દરેક દેશના હિસાબે સાત ટકાની મર્યાદા નક્કી કરી છે. એટલે કે ૧.૪૦ લાખમાંથી એક દેશના એક વર્ષમાં સાત ટકાથી વધારે લોકોને ગ્રીનકાર્ડ મળતું નથી. એટલે કે વર્ષમાં ભારતના લગભગ ૯૮૦૦ લોકો જ ગ્રીનકાર્ડ હાંસલ કરી શકે છે. જો કે આ બિલમાં આ મુદ્દે કોઇ ઉલ્લેખ નથી તેથી તત્કાળ નિર્ધારિત મર્યાદામાં વધારો નહીં થાય. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર બાઇડેન તંત્ર દેશદીઠ ક્વોટાને દૂર કરવાના મૂડમાં છે અને જો આ પગલું ભરવામાં આવશે તો ભારતીય વ્યવસાયિકોને ભારે ફાયદો થઇ શકે તેમ છે. જો કે આ બિલમાં એચ-૧બી અંગે પણ કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે તાજેતરમાં અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર હાલમાં એચ-૧બી વિઝાની મર્યાદા ૬૫,૦૦૦ છે તેને બમણી કરવાની યોજના છે.

૭.૪૧ લાખ ભારતીયો વેઇટિંગ લિસ્ટમાં સામેલ

એક અમેરિકન ઇમિગ્રેશન પોલિસી એનાલિસ્ટના અભ્યાસ અનુસાર તમામ રોજગાર આધારિત ગ્રીનકાર્ડ(ઇબી-૨ અને ઇબી-૩ કેટેગરી)ના અરજદારોની યાદી ઘણી લાંબી છે. ભારતીય અરજીઓની યાદી જ એપ્રિલ ૨૦૨૦ સુધીમાં ૭.૪૧ લાખની થઇ ગઈ હતી જેનો વેઇટિંગ પિરિયડ લગભગ ૮૪ વર્ષનો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન