મેથીની ભાજીને આ રીતે રાખો ફ્રીજમાં અને બહાર એકદમ તાજી-તાજી - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • મેથીની ભાજીને આ રીતે રાખો ફ્રીજમાં અને બહાર એકદમ તાજી-તાજી

મેથીની ભાજીને આ રીતે રાખો ફ્રીજમાં અને બહાર એકદમ તાજી-તાજી

 | 4:36 pm IST

આજકાલ અનેક લોકો મેથીની ભાજી સ્ટોર કરતા હોય છે. જો કે આ ભાજી જો બરાબર પ્રમાણમાં ફ્રોઝન ના થઇ હોય તો તેમાં ફુગ આવી જાય છે અને તે ચીકણી પડી જાય છે. આમ, જો તમે મેથીની ભાજીને આખુ વર્ષ તાજી રાખવા ઇચ્છતા હોવ તો વાંચી લો એકવાર આ ટિપ્સ…

સૌ પ્રથમ સમારેલી મેથીની ભાજીનાં 3-4 ભાગ કરી તેને એલ્યુમિનિયમ ફોઇલમાં કવર કરી નાના-નાના પેકેટ બનાવવા. ત્યારબાદ તેને મોટી પ્લાસ્ટિકની જાડી થેલીમાં મૂકી રેફ્રિજેટરના બરફના ખાનામાં જ રાખવી. આમ, ઉપયોગમાં લેતી વખતે તેને સાવચેતીથી ફોઈલમાંથી કાઢવી. આ રીતે કરેલી “મેથીની ભાજી” લાંબા સમય સુધી એકદમ લીલી અને તાજી રહે છે.

“મેથીની ભાજી”ની સુકવણી કરવાની રીત
સમારેલી “મેથીની ભાજી” ને એક પેપર ઉપર પાથરી સૂર્ય પ્રકાશમાં એકદમ ડ્રાય થઇ જાય ત્યાં સુધી સુકવીને એર ટાઇટ ડબ્બામાં ભરી આખું વર્ષ ઉપયોગમાં લેવાય
છે.