ગ્રેગર જોહાન મેન્ડલ - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS

ગ્રેગર જોહાન મેન્ડલ

 | 12:57 am IST

પરિવાર કે સગાં સંબંધી કોઇને પણ ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે હરખ જાહેર કરવા, જચ્ચા-બચ્ચાની તબિયતના ખબર અંતર પૂછવા જવાનો રિવાજ છે. પણ સાથે સાથે ઘરના વડીલો બાળકને જોતાં જ બાળક કોના જેવું લાગે છે તે વિશે જણાવતા હોય છે. ઘણા બાળકો તેની માતા જેવા લાગતા હોય તો ઘણા તેના પિતા જેવા લાગતા હોય છે. હકીકત પણ છે, કે નવજાત બાળક લગભગ જન્મ આપનાર પિતા કે માતા અથવા પરિવારના જ કોઇ વ્યકિતને મળતું આવતું હોય, જેને કહેવાય છે આનુવંશિકતા. પણ આ આનુવંશિકતાના પિતા કોણ એમ કોઇએ ક્યારેય વિચાર્યું છે?

આનુવંશિકતા- થીયરી ઓફ જેનેટિક્સને જન્મ આપનાર મહાન વૈજ્ઞાાનિક ગ્રેગર જોહાન મેન્ડલ હતો. જેનેટિક્સની થીયરી સમગ્ર જગત સમક્ષ મૂકનાર ગ્રેગરને તેના ખુદના સમયગાળા દરમ્યાન તો ક્યારેય વૈજ્ઞાાનિક તરીકે માન્યતા જ ન મળી એ અલગ વાત છે. જે કાર્ય સફળતાપૂર્વક કર્યું હોય તેનું કોઇ રેકગ્નીશન જ ન મળે, તેવી હાલતમાં તો કોઇપણ વ્યકિત નિરાશાથી પીછેહઠ કરી ચૂક્યો હોય. ગ્રેગર માટે આ એક જ તકલીફ નહોતી કે તેના કાર્યને માન્યતા ન મળી કે તેના કાર્યની કદર ન થઇ.

૧૮૨૨માં જર્મનીના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા છોકરા માટે પણ એ સમયે કેટલા લોકોએ કહ્યું હશે કે તે કોઇના જેવો લાગે છે, પણ તેવું કહેનાર કોઇને એ વાતની જાણ નહોતી કે કોઇના જેવા લાગવાની વૈજ્ઞાાનિક થીયરીનો જન્મ આપવા માટે જ આ બાળકનો જન્મ થયો છે. આનુવંશિકતાની થીયરીના જનક ગ્રેગરને કોઇ વૈજ્ઞાાનિક તરીકે સ્વીકારે એવી પરિસ્થિતિ જ નહોતી.

સ્કૂલમાં ભણવા બેઠા પછી પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે અભ્યાસમાં હોશિયાર હોવા છતાં, એક સમયે સ્કૂલ છોડી દેવાનો સમય આવ્યો. કારણ ફક્ત એટલું જ હતંુ કે પરિવારના ભરણપોષણના જંગમાં પોતે પણ કામ કરી કરીને યથાશકિત યોગદાન આપવું પડે તેમ હતું. આથી તેણે સ્કૂલનુ ભણતર થોડા સમય માટે પડતું મુકી ફરીથી શરુ કર્યું હતું.

ભણ્યા બાદ ગ્રેગરે સ્થાનિક ચર્ચમાં પાદરી તરીકે કામ અને ચર્ચની જ માધ્યમિક શાળામાં નેચર સાયન્સ ભણાવવાનું કાર્ય કર્યું. અહીં તેણે ઘણા પ્રયોગાત્મક કાર્યો કર્યાં, અને તેણે સ્કૂલમાં બાળકોને વનસ્પતિશાસ્ત્ર ભણાવવાની સાથે આનુવંશિકતાના સિદ્ધાંતને સાબિત કરવા તેણે લગભગ વટાણાના ૨૯,૦૦૦ છોડવાંઓ ઉપર પ્રયોગો કર્યા. બાદમાં ગ્રેગરના આનુવંશિક સિદ્ધાંતને ગ્રેગરના આનુવંશિક સિદ્ધાંત નામ આપવામાં આવ્યું.