બે ગામના લોકો વચ્ચે થઇ જૂથ અથડામણ, જુઓ વીડિયો - Sandesh
NIFTY 11,398.75 -36.35  |  SENSEX 37,741.96 +-110.04  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • બે ગામના લોકો વચ્ચે થઇ જૂથ અથડામણ, જુઓ વીડિયો

બે ગામના લોકો વચ્ચે થઇ જૂથ અથડામણ, જુઓ વીડિયો

 | 6:50 pm IST

એક તરૂણીને નસાડી જવાના મુદે ઉના તાલુકાના નાથડ ગામે સોનારી ગામના લોકો ધસી આવ્યા હતા અને બે પરિવાર વચ્ચે તલવાર કુહાડી છરી લોખંડના પાઈપ ધારણ કરી ધીંગાણુ થતા કુલ ૨૦ સામે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

વધુ વિગત મુજબ નાથળ ગામે કરશનભાઈ ભીમાભાઈ સોલંકી પોતાની દુકાને બેઠા હતા. ત્યારે ડાયા કાના જીગા કાના, નાનજી ડાયા, લાલો કાના, રમેશ કાના સોનારી વાળાએ હુમલો કરતા કરશનભાઈ અને ભીખાભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમજ પગમાં ફ્રેકચર થઈ ગયું હતુ. જે બન્નેને સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બાબતે કુલ આઠ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.