Group of lions relax on road while several jeeps lined up, video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • રસ્તા વચ્ચે આરામ ફરમાવતા સિંહોના કારણે જંગલમાં સર્જાયો ટ્રાફ્રિક જામ, વીડિયો વાયુવેગે થયો વાયરલ

રસ્તા વચ્ચે આરામ ફરમાવતા સિંહોના કારણે જંગલમાં સર્જાયો ટ્રાફ્રિક જામ, વીડિયો વાયુવેગે થયો વાયરલ

 | 5:16 pm IST

કોરોના વાયરસના કારણે હાલ દેશવ્યાપી લોકડાઉન છે. જેના કારણે લોકો ઘરમાં પૂરાયા છે. આ દરમિયાન લોકો સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જે ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બની જતા હોય છે. ત્યારે હવે એવો જ એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થયો છે અને ઘણો ચર્ચામાં છે.

આ વીડિયો અફ્રિકામાં જંગલ સફારી સવારીનો બતાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો જીપમાં બેસીને જંગલમાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ અચાનક રસ્તા પર સિંહોનું એક ઝુંડ આવી ત્યાં સૂઈ જાય છે અને આરામ ફરમાવે છે. સિંહોને જોઈ જીપ જ્યાં છે ત્યાં જ રોકાઈ જાય છે. જેથી જંગલમાં ટ્રાફિક જામ જોવા દ્રશ્યો સર્જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો શેર કરી અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન