Group Of People Demands Protesting Farmers To Vacate Singhu Border
  • Home
  • Featured
  • ટ્રેક્ટર રેલીમાં ‘તોફાન’ બાદ ભારોભાર નારાજગી, સિંધુ બોર્ડરે સ્થાનિકોએ ખેડૂતોને કહ્યું- બહુ થયું હવે…

ટ્રેક્ટર રેલીમાં ‘તોફાન’ બાદ ભારોભાર નારાજગી, સિંધુ બોર્ડરે સ્થાનિકોએ ખેડૂતોને કહ્યું- બહુ થયું હવે…

 | 3:54 pm IST
  • Share

ગણતંત્ર દિવસે (Republic Day) દિલ્હીમાં થયેલી હિંસાની અસર ખેડૂત આંદોલન પર જોવા મળી રહી છે. દિલ્હી (Delhi) અને હરિયાણા (Haryana) વચ્ચે સિંધુ બોર્ડર (Singhu Border) પર કેટલાક લોકો એકત્ર થવા લાગ્યા છે જે પોતાને આસપાસના ગામડાઓના રહેવાસી તરીકે ઓળખાવી રહ્યાં છે. તેમની માંગણી છે કે, પ્રદર્શનકારી ખેડૂતો હવે સિંધુ બોર્ડર ખાલી કરી દે. આ લોકો લાલ કિલ્લા (Red Fort) પર ઘટેલી હિંસક ઘટનાને લઈને ખુબ જ દુ:ખી છે. બીજી બાજુ 20 ખેડૂતો (Farmers) પાસેથી પોલીસે જવાબ માંગ્યો છે.

સિંધુ બોર્ડર (Singhu Border) પર એકત્ર થયેલા લોકોમાંથી એક વ્યક્તિએ કહ્યું હતું કે, અમે તિરંગા (Tiranga)નું અપમાન સાંખી નહીં લઈએ. ઘણો સમય થયો હતો સિંધુ બોર્ડર ખાલી કરવામાં આવે, અમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સિંધુ બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ (Police Force) તૈનાત છે અને તે રોડના એક બાજુની સાઈડ પર બેરિકેટ્સ લગાવવા માંગે છે જેનો પ્રદર્શનકારીઓ ભારે વિરોધ કરી રહ્યાં છે.

26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછીથી દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. ગુરૂવારે બપોરે લગભગ 12 વાગ્યે પોલીસે ખેડૂત નેતાઓ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરી હતી. અર્થાત્ તેઓ મંજૂરી વિના વિદેશ નહીં જઈ શકે અને તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે. તેના એક કલાક પછી સમાચાર આવ્યા કે લાલ કિલ્લા પર હિંસા કરનારાઓ પર પોલીસે રાજદ્રોહનો કેસ કર્યો છે. જો કે, એ પુષ્ટી થઈ શકી નથી કે, લુક આઉટ નોટિસ કયા કયા નેતાઓને આપવામાં આવી છે.

ખેડૂતોની વિરુદ્ધ દેખાવો શરૂ

દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂતો 2 મહિનાથી કૃષિ કાયદાઓની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. પરંતુ પહેલી જ વાર ખુદ ખેડૂતોએ જ વિરોધનો સામનો કરવો પડ્યો છે. આજે ગુરૂવારે બપોરે કેટલાક લોકો સિંઘુ બોર્ડર પર પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તાર ખાલી કરવાની માગણી સાથે નારેબાજી કરવા લાગ્યા હતા. તેઓ પ્લાકાર્ડ સાથે આવ્યા હતા, જેના પર લખ્યું હતું કે, તિરંગાનું અપમાન સહન નહીં કરીએ. આ લોકો લાલ કિલ્લા પર હિંસાની ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા.

20 ખેડૂત નેતાઓ વિરૂદ્ધ એક્શન

​​​​​​દિલ્હી પોલીસે મોડી રાતે 20 ખેડૂત નેતાઓ સામે નોટિસ જાહેર કરીને તેમને પુછવામાં આવ્યું છે કે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કેમ ન થવી જોઈએ? તેનો 3 દિવસમાં જવાબ આપવામાં આવે. જે 4 નેતાઓને નોટિસ આપવામાં આવી છે તેમાંથી અત્યાર સુધીમાં 4 નેતાઓના નામ જ સામે આવ્યા છે. આ નેતાઓમાં યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, બળદેવ સિંહ સિરસા અને બલવીર સિંહ રાજેવાલ સામેલ છે. પોલીસે જે નોટિસ મોકલી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ગણતંત્ર દિવસે લાલકિલ્લામાં કરવામાં આવેલી તોડ-ફોડ એક દેશદ્રોહી હરકત છે. આ અગાઉ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પહેલાં 37 ખેડૂત નેતાઓ પર રેલીની શરતો તોડવાનો આરોપ લગાવીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ટિકેતને નોટિસ આપવા પોલીસકર્મી ગુરૂવારે બપોરે 12.30 વાગ્યે ગાઝીપુર બોર્ડરે પહોંચ્યા હતા પરંતુ ટિકેત નોટિસ લેવા સામે આવ્યા નહીં તો પોલીસે તેમના ટેન્ટ પર નોટિસ ચિપકાવી દીધી હતી. જગતારસિંહ બાજવાએ પણ મીટિંગમાં હોવાનું બહાનું આગળ ધરી નોટિસ સ્વિકારી નહોતી. જેથી પોલીસે તેમના ટેન્ટ પર પણ નોટિસ ચિપકાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતોના એક જુથે રાજધાની દિલ્હીમાં તમામ નિયમોની ધજ્જીયા ઉડાવતા ભારે તોફાન મચાવ્યું હતું. તિરંગાનું અપમાન કરતા લાલ કિલ્લા પર ભારતના ધ્વજની જગ્યાએ એક ધાર્મિક ધ્વજ ફરકાવી દીધો હતો. જેને લઈને દેશમાં ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે અને બીજી બાજુ પોલીસે પણ આ દિશામાં આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો