gst-council-decision-on-under-construction-property-gst-rate
  • Home
  • Business
  • હવે મધ્યમવર્ગનું ઘરના ઘરનું સપનું થશે પુરું, મોદી સરકારે નિર્માણધીન ઘરો પર ઘટાડ્યો GST દર

હવે મધ્યમવર્ગનું ઘરના ઘરનું સપનું થશે પુરું, મોદી સરકારે નિર્માણધીન ઘરો પર ઘટાડ્યો GST દર

 | 5:41 pm IST

GST કાઉન્સિલની રવિવારે થયેલી બેઠકમાં હોમ બાયર્સને સસ્તા ઘરની ભેટ આપી દીધી છે. કાઉન્સિલે અંડર કંસ્ટ્રક્સન પ્રોયર્ટી પર GST દર ઘટાડીને 5 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો કે, ઘટેલા દરની સાથે ઈનપુર ટેક્સ ક્રેડિટનો લાભ મળશે નહીં. અત્યારે આ પ્રોપર્ટી પર 12 ટકાના દરથી GST લાગે છે.

તેની સાથે અફૉર્ડેબલ હાઉસિંગ ઘરો પર કોઇ ઇનપુટ ટેક્સ ક્રેડિટ GSTનો દર ઘટાડીને 1 ટકા કરી નાખવામાં આવ્યો છે, જે અગાઉ 8 ટકા હતો.

તેના પહેલા નાણામંત્રી અરૂણ જેટલી અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક 20 ફેબ્રુઆરીએ મળી હતી. તે બેઠકમાં કાઉન્સિલે રિયલ એસ્ટેટ પર GSTના દરને લઇને નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે, હવે આ બાબતનો નિર્ણય 24 ફેબ્રુઆરીની બેઠકમાં લેવામાં આવ્યો છે. તે બેઠકમાં કાઉન્સિલે 3B રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન બે દિવસ વધારી દીધી હતી.

GST Councilએ બનાવ્યા હતા મંત્રીઓનું જૂથ
GST કાઉન્સિલે રિયલ એસ્ટેટ સેક્ટર માટે મંત્રીઓનું એક જૂથ બનાવ્યું હતું. તેના અધ્યક્ષ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને બનાવવામાં આવ્યા હતા. આ સમૂહે અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર GST દર ઘટાડીને 5 ટકા કરવાનો પક્ષ લીધો હતો. જો કે, આવું થતા ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળશે નહીં. અત્યારે આ પ્રોપર્ટી પર 12 ટકાના દરથી GST લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન