GST Council fitment committee Online Food delivery likely to get expensive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શું તમે પણ ઓનલાઇન જમવાનું ઓર્ડર કરો છો? Swiggy-Zomato તમારા ખિસ્સા કરશે ખાલી

શું તમે પણ ઓનલાઇન જમવાનું ઓર્ડર કરો છો? Swiggy-Zomato તમારા ખિસ્સા કરશે ખાલી

 | 11:02 am IST
  • Share

  • Swiggy-Zomatoનું જમવાનું પડશે મોંઘુ થશે
  • ફુડ ડિલિવરી એપ્સને 5% GSTના દાયરામાં લાવવાની ભલામણ
  • ફુડ એગ્રીગેટરને ઇ-કોમર્સ ઓપરેટ માનવામાં આવશે: GST કાઉન્સીલ

શું તમે પણ ઓનલાઇન જમવાનું ઓર્ડર કરો છો તો આગામી દિવસોમાં તમારા ખિસ્સામાં વધારે ભાર પડી શકે છે. ખરેખર જીએસટી કાઉન્સીલ કમિટી આ અંગે વિચાર કરી રહી છે. આ કમિટીએ ફુડ ડિલિવરી એપ્સને ઓછામાંઓછુ 5% GSTના દાયરામાં લાવવાની ભલામણ કરી છે. એવામાં Swiggy, Zomato વગેરેથી જમવાનું ઓર્ડર કરવું મોંઘુ પડી શકે છે. શુક્રવારે જીએસટી કાઉન્સીલ કમિટીની મિટીંગ થશે. મિટીંગના એજન્ડામાં આ અંગે વાત કરવાનું પણ સામેલ છે.

જણાવી દઇએ કે, શુક્રવારે જીએસટી કાઉન્સીલની મિટીંગ લખનઉમાં થવાની છે. હાલની વ્યવસ્થામાં સરકારને ટેક્સમાં 2 હજાર કરોડ રૂપિયાનું નુક્સાન થયાની વાત કહેવામાં આવી છે. જીએસટી કાઉન્સીલના ફિટમેન્ટ પેનલે ભલામણ કરી છે કે, ફુડ એગ્રીગેટરને ઇ-કોમર્સ ઓપરેટ માનવામાં આવશે.

17 સપ્ટેમ્બરે યોજાશે જીએસટી કાઉન્સીલની બેઠક

જીએસટી પરિષદની મિટીંગ 17 સપ્ટેમ્બરે થવાની છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીવાળી જીએસટી પરિષદમાં રાજ્યોના નાણા મંત્રીઓ સામેલ છે. પરિષદની બેઠક શુક્રવારે લખનઉમાં યોજાવાની છે. જીએસટી પરિષદની આ પહેલાની બેઠક 12 જૂનના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી.

આ બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંતર્ગત લાવવા માટે વિચાર વિમશ થઇ શકે છે. આ બેઠકમાં અન્ય વસ્તુઓ સિવાય કોવિડ-19 સંબંધિત આવશ્યક સામાન પર ડિસ્કાઉન્ટ દરોની સમીક્ષા થઈ શકે છે.

નાણા મંત્રાલયે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં જીએસટી સંગ્રહ 1.12 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો હતો. એક વર્ષ પહેલા ઓગસ્ટ મહિના કરતા તેમાં 30%થી વધુની વૃદ્ધિ નોંધાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન